આમચી મુંબઈ

ક્રિકેટર જમાઈ અને ઍક્ટર સસરાએ મળીને થાણેમાં ખરીદી સાત એકર જમીન…

થાણેઃ ક્રિકેટર કેએલ રાહુલ (KL RAHUL) અને તેના સસરા તથા બૉલીવૂડ-અભિનેતા સુનીલ શેટ્ટી (SUNIL SHETTY)એ થાણે (THANE) (પશ્ચિમ)ના ઓવાળે વિસ્તારમાં 9.75 કરોડ રૂપિયાની કિંમતે કુલ સાત એકર (7 ACRE) જમીન ખરીદી છે.
એક અખબારી અહેવાલ મુજબ સ્ક્વેર યાર્ડ્સને મળેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું હતું.
જમીનનો આ ટુકડો 30 એકર અને 17 ગુંઠાનો એક હિસ્સો છે.

રાહુલ-સુનીલ શેટ્ટીએ જે જમીન ખરીદી છે એ માટે તેમણે કુલ 68.96 લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યૂટી ભરી છે.
આ જમીનને લગતો સોદો ગયા મહિનાની 20મી તારીખે પાર પાડવામાં આવ્યો હતો. દરિયા નજીકના આ વિસ્તારમાં ખરીદેલી જમીન પહેલાં રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીએ બાંદ્રના પાલી હિલ વિસ્તારમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

ગયા મહિને 24મી માર્ચે આથિયાએ બાળકીને જન્મ આપ્યો હતો.

આપણ વાંચો : રાહુલ-આથિયા પર અભિનંદનની વર્ષા, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે અલગ જ અંદાઝમાં આપી શુભેચ્છા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button