આમચી મુંબઈ
થાણેમાં પાણીની પાઇપલાઇન માંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું

થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક હાઉસિંગ કોમ્પ્લેક્સની પાણીની પાઈપલાઈનમાં ફસાયેલા એક બિલાડીના બચ્ચાને ફાયર બ્રિગેડે બચાવી લીધું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનને સોમવારે રાત્રે યશોધન નગર વિસ્તારના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાંથી કોલ આવ્યો હતો, એમ નાગરિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
સ્થાનિક અગ્નિશામકોએ, આરએમડીસી ટીમની સાથે મળીને ૩૦ મિનિટની કામગીરી બાદ બિલાડીના બચ્ચાને બચાવી લીધું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે બિલાડીને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે પાઇપમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
( પીટીઆઈ )