આમચી મુંબઈ

કિસાન યોજના: સરકારની ₹૧,૭૦૦ કરોડના વિતરણને મંજૂરી

મુંબઈ: નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને પહેલા તબક્કાનું ૧,૭૨૦ કરોડ રૂપિયાનું વિતરણ મહારાષ્ટ્ર સરકારે મંગળવારે મંજૂર કર્યું હતું. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ સંદર્ભે સરકારી પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાક લેનારા ખેડૂતોના બૅન્ક ખાતામાં રકમ જમા કરવામાં આવશે. રાજ્યના એક કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા આપવાની નવી આર્થિક યોજનાને મે મહિનામાં પ્રધાન મંડળની મંજૂરી મળી હતી. ૨૦૨૩- ૨૪ના બજેટમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ યોજનાની જાહેરાત કરી હતી એ સમયે નાણાં ખાતું તેમને હસ્તક હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર દ્વારા દર વર્ષે ૬,૦૦૦ રૂપિયામાં આપવામાં આવે છે એ ઉપરાંત રાજ્ય સરકાર પણ વર્ષે ૬,૦૦૦ રૂપિયા પ્રત્યેક ખેડૂતોને આપશે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button