સેલોં એક્ઝિક્યુટિવ કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મી દોષી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સેલોં એક્ઝિક્યુટિવ કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મી દોષી

મુંબઈ: 2018માં સેલોં એક્ઝિક્યુટિવ કીર્તિ વ્યાસની થયેલી હત્યાના કેસમાં તેના બે સહકર્મીને સેશન્સ કોર્ટે સોમવારે દોષી ઠેરવ્યા હતા.

ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતી અને હાઇ-એન્ડ સેલોં ચેઇનમાં ફાઇનાન્સ મેનેજર તરીકે કામ કરતી કીર્તિ રાજેન્દ્ર વ્યાસ (28) માર્ચ, 2018માં અચાનક ગુમ થઇ હતી અને તેનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી.


એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ આ કેસમાં આરોપી સિદ્ધેશ તામ્હાણકર અને ખુશી અજય સજવાનીને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 201 (પુરાવા ગાયબ કરવા) તથા અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યાં હતાં. આરોપીઓને મંગળવારે સજા સંભળાવવામાં આવશે.


અંધેરી વિસ્તારમાં સેલોં ચેઇનમાં સિદ્ધેશ તામ્હાણકર અને ખુશી સજવાની એકાઉન્ટ એક્ઝિક્યુટિવ અને એકાઉન્ટ તથા એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતાં હતાં. કીર્તિ વ્યાસે એક આરોપીને કામ વ્યવસ્થિત ન કરવા બદલ નોટિસ આપ્યો હતો, જેને કારણે તેની હત્યા કરાઇ હતી. એક આરોપીની કારમાં મળી આવેલા લોહીના નમૂનાનું ડીએનએ પરીક્ષણ પોલીસે કર્યા બાદ હત્યાનું કોકડું ઉકેલાઇ ગયું હતું. કારનો ઉપયોગ ગુના માટે કરાયો હતો.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ, HCએ SIT પાસેથી 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ

કીર્તિ વ્યાસ 16 માર્ચ, 2018ના રોજ ગુમ થઇ ગદઇ હતી. પરિવારજનોએ ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવવા અગાઉ ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરીને પોલીસને સોંપ્યા હતા. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે કીર્તિ સવારે 9.11 વાગ્યે ગ્રાન્ટ રોડથી અંધેરીમાં સેલોંમાં જવા માટે વિરાર જતી ટ્રેન પકડી હતી.


દરમિયાન આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓએ તપાસ આદરીને ગુનામાં સંડોવણી બદલ તામ્હાણકર અને સજવાનીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

Back to top button