Kim Kardashian મુંબઈના રસ્તા પર આ શું કરતી જોવા મળી? Video થયો Viral
આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે અને આ લગ્નમાં હાજરી આપવા દેશ-દુનિયામાંથી મહેમાનો હાજરી આપવા મુંબઈ પહોંચી રહ્યા છે. હોલીવૂડ સેલિબ્રિટી કિમ કર્દાશિયા પણ પોતાની બહેન ક્લોઈ કર્દાશિયા સાથે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. લગ્નમાં હાજરી આપતાં પહેલાં જ કિમ કર્દાશિયા કંઈક એવું કરતાં જોવા મળી હતી જે જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.
સોશિયલ મીડિયા પર કિમ અને તેની બહેન ક્લોઈનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કિમ અને ક્લોઈ મુંબઈમાં ઓટોરિક્ષાની રાઈડ માણતા જોવા મળી રહી છે. આ વીડિયો ખુદ કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કર્યો છે. મુંબઈના વરસાદમાં ભીંજાયેલી કિમ ઓટો રિક્ષામાં ફરી રહી છે. બંને બહેનો મુંબઈના રસ્તા પર પોતાની આ ઈન્ડિયા વિઝિટ એન્જોય કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Grah Shanti Poojaમાં આ કોને જોઈને ઈમોશનલ થયા Mukesh Ambani?
કિમ કર્દાશિયા અને એની બહેન ક્લોઈ કર્દાશિયાનું મુંબઈમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલો અને વાંસળીના મધુર સૂર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈ આગમન બાદ તરત જ બંને બહેનો મુંબઈ પરિભ્રમણ માટે નીકળી પડી હતી. ક્લોઈએ પોતાની ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. કર્દાશિયાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે અને જેમાં તે બહેન કિમ સાથે ઓટો રિક્ષાની રાઈડ માણી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓટોરાઈડ દરમિયાન બંને બહેનોના ચહેરા પર જોવા મળી રહેલી એક્સાઈટમેન્ટ જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. કિમ કર્દાશિયા હોલીવૂડનો એક ખૂબ જ જાણીતો ચહેરો છે અને તેના જીવન અને પરિવાર બનાવવામાં આવેલો શો ધ કર્દાશિયાંસ ખૂબ જ પોપ્યુલર છે.