આમચી મુંબઈ

કથકલી કોસ્ચ્યુમે આંગડિયા પેઢીમાં લૂંટની યોજનાનો પર્દાફાશ કર્યો

મુંબઇ: મુંબઈના ગિરગાંવમાં વી.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગડિયા લૂંટ કેસના ઉકેલમાં એક્સપ્રેસ વે પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન, અમદાવાદ પોલીસને અનાયાસ સફળતા મળી હતી . મુખ્ય શંકાસ્પદ હિમાંશુ પ્રજાપતિએ તેના કાર્યસ્થળ પર લૂંટ કરવા માટે કથકલી પોશાક ભાડે રાખીને યોજના ઘડી હતી. અમદાવાદ પોલીસના નિયમિત વાહન નિરીક્ષણ દરમ્યાન મહારાષ્ટ્ર લાયસન્સ પ્લેટવાળી ટેક્સીના આવા જ એક નિરીક્ષણમાં અધિકારીઓને જાણવા મળ્યું કે પેસેન્જર પાસે ૧૦ લાખ રૂપિયા રોકડા અને કથકલી પોશાક હતો.
પૂછપરછ દરમ્યાન પ્રજાપતિ સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો.

પરિણામે, વધુ પૂછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી હતી અને તેણે વી.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટનું આયોજન કર્યું હોવાની કબૂલાત કરી હતી.
પ્રજાપતિએ તપાસ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં નોકરી કરતી વખતે તેણે તેની ઑફિસની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ઑગસ્ટમાં, તેણે તેની નોકરી છોડી દીધી, પરંતુ તાજેતરમાં તેને પૈસાની જરૂર પડી. ત્યારે તેણે ભૂતપૂર્વ કાર્યસ્થળ પર લૂંટની યોજના બનાવી.

ઓળખ ટાળવા માટે, પ્રજાપતિએ કથકલી પોશાકનો ઉપયોગ કર્યો. શુક્રવારે તેણે એક દુકાનમાંથી પોશાક ખરીદ્યો અને ટ્રેનમાં મુંબઈ ગયો. તે પછી રાત્રે, કથકલી પોશાક પહેરીને, તેણે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને આંગડિયા પેઢીની ઓફિસમાં લૂંટ કરી. તેણે કાઉન્ટર પર રાખેલા ૧૦ લાખ રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ દાદરથી પાટણ પહોંચવા માટે તેણે ૧૨,૦૦૦ રૂપિયામાં કેબ ભાડે કરી. જો કે, પાટણ પહોંચતા પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી. પ્રજાપતિ પાટણમાં નાણાવટી સ્કૂલ પાસે પ્રજાપતિ લેનમાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button