આમચી મુંબઈ

ક્લિનિકમાં સગીરાનો વિનયભંગ: ડેન્ટિસ્ટ વિરુદ્ધ ગુનો દાખલ…

યોગેશ ડી. પટેલ

મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ક્લિનિકમાં 14 વર્ષની સગીરાનો વિનયભંગ કરવા પ્રકરણે ડેન્ટિસ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કાંદિવલીના પટેલનગર વિસ્તારમાં આવેલી ક્લિનિકમાં ગુરુવારે આ ઘટના બની હતી. ઘટના બાદ ફરાર ડૉ. રવિ સિંહની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર સગીરા તેની માતા સાથે ટ્રિટમેન્ટ માટે ક્લિનિકમાં ગઇ હતી ત્યારે ડૉ. રવિ સિંહે તેની સાથે ગેરવર્તન કર્યું હતું.સગીરાએ બૂમાબૂમ કરી મૂકતાં બહાર બેઠેલી તેની માતા અંદરથી રૂમમાં દોડી આવી હતી. બાદમાં સગીરાના પરિવારે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button