કલ્યાણ-તળોજા મેટ્રો લાઈન:૧૦૦મો યુ-ગર્ડર લોન્ચ

કલ્યાણને નવી મુંબઈ ઍરપોર્ટને જોડતી મુખ્ય લિંકનું કામ મે, ૨૦૨૮માં પૂર્ણ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો લાઈન -૧૨ (કલ્યાણ-તળોજા) પ્રોજેક્ટમાં ડોંબિવલી એમઆઈડીસી નજીક તેનો ૧૦૦મો યુ-ગર્ડર લોન્ચ કરીને એક મહત્વપૂર્ણ બાંધકામનો તબક્કો પૂરો કર્યો હતો. મેટ્રો લાઈન-૧૨માં ૧૯ સ્ટેશન સાથે ૨૩.૫૭ કિલોમીટર લાંબી ઓરેન્જ લાઈન મે, ૨૦૨૮માં સુધીમાં કલ્યાણને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડશે. તેમ જ થાણે અને નવી મુંબઈની ક્નેક્ટિવિટીમાં સુધારો કરશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવી રહેલી મુંબઈ મેટ્રો લાઈન-૧૨ (કલ્યાણ-તળોેજા) પ્રોજેક્ટ શિલફાટા રોડ પર ડોંબિવલી મેટ્રો સ્ટેશન નજીક તેના ૧૦૦મા યુ-ગર્ડરના સફળ લોન્ચ સાથે એક મહત્ત્વપૂર્મ સીમાચિહૃન હાંસિલ કર્યું હતું.
લગભગ ૨૩.૫૭ કિલોમીટર લાંબી સંપૂર્ણપણે એલિવેટેડ ઓરેન્જ લાઈન કલ્યાણ, ડોંબિવલી, તળોજાને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટસાથે જોડશે. આ રૂટ પર ૧૯ સ્ટેશન રહેશે જે ફક્ત ટ્રાફિકની ભીડને જ નહીં ઘટાડે પણ સાથે જ કલવા-તળોજા પટ્ટામાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડે વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
કલવા-શિલફાટા-તળોજા રૂટને સમાંતર ચાલતા મેટ્રો કોરિડોરમાં એક સંકલિત માળખું છે, જેમાં સાત કિલોમીટર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. આ લાઈન ઘણી એન્જિનિયિરરિંગ અજાયબીઓ સાથે ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં કોલેગાંવ નજીક ૧૦૦ મીટર સ્પાન, તળોજા આરઓબી ખાતે ૭૫ મીટર સ્ટ્રક્ચર અને મુખ્ય રેલ અનેરોડ નેટવર્ક પર ક્રોસિંગ જેવા ખાસ સ્પાનનો સમાવેશ થાય છે. ૨૧થી ૨૩ મીટર ઊંચા એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.
એક વખત આ રૂટ શરૂ થઈ જશે પછી ઓરેેન્જ લાઈન અનેક મેટ્રો સાથે ઈન્ટરચેન્જ લિંક પૂરી પાડશે, જેમાં કલવા ખાતે મેટ્રો લાઈન-પાંચ સાથે, હેડૂટન ખાતે મેટ્રો લાઈન-૧૪ અને અમનદૂત ખાતે નવી મુંબઈ મેટ્રો લાઈન-એક સાથે મહત્તપૂર્ણ ઈન્ટરચેન્જ લિંક પ્રદાન કરશે. વધુમાં કલવા જંકશનને મધ્ય રેલવે નેટવર્ક સાથે એક ફૂટ ઓવર બ્રિજ સાથે સીધો જોડવામાં આવાશે. સમગ્ર પ્રોજેક્ટ મે, ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચો…મુંબઈ-નાગપુરના વિદ્યાર્થીઓ માટે મેટ્રોમાં પણ મફત મુસાફરીના સંકેતો!



