કલ્યાણમાં ઉગ્ર બોલાચાલી બાદ પત્નીએ ઊકળતું તેલ પતિ પર ફેંક્યું...

કલ્યાણમાં ઉગ્ર બોલાચાલી બાદ પત્નીએ ઊકળતું તેલ પતિ પર ફેંક્યું…

થાણે: કલ્યાણ વિસ્તારમાં ઘરેલું મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલી પત્નીએ ઊકળતું તેલ તેના પતિ પર ફેંક્યું હતું.
કલ્યાણમાં મેમન મસ્જિદની નજીક દંપતીના ઘરે મંગળવારે મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં પતિ દાઝી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રિક્ષાચાલક ઇમરાન અબ્દુલ ગફાર શેખ અને તેની પત્ની વચ્ચે મંગળવારે મોડી રાતે 2.30 વાગ્યે ઘરેલું મુદ્દે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં પત્નીએ ઇમરાન શેખ પર ઊકળતું તેલ ફેંક્યું હતું, જેમાં શેખ દાઝી ગયો હતો, એમ બાઝારપેઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

શેખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોઇ પોલીસે આ પ્રકરણે શેખની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઘટનાક્રમ ચકાસવા માટે સાક્ષીદારો અને પડોશીઓનાં નિવેદન નોંધી રહ્યાં છીએ. તપાસ બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. (પીટીઆઇ)

Back to top button