કેવી મસ્જિદ ને કેવી વાત: મુસ્લિમ ટ્રસ્ટના દાવાને અદાલતે ફગાવી દીધો…
દુર્ગાડી કિલ્લાની અંદરના બાંધકામ પર મુસ્લિમ ટ્રસ્ટના દાવાને કલ્યાણ કોર્ટે ફગાવી દીધો
થાણા: કલ્યાણ સિવિલ કોર્ટે મંગળવારે જિલ્લામાં આવેલા દુર્ગાડી કિલ્લાની અંદર એક મસ્જિદની માલિકીનો દાવો કરતા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા દાવાને ફગાવી દીધો હતો. અદાલતે મહારાષ્ટ્ર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કિલ્લાની અંદર મસ્જિદ અને ઈદગાહ (નમાઝ પઢવાની જગ્યા) પર કાનૂની લડાઈ 1976થી ચાલી રહી હતી, જ્યારે મજલીસ-એ-મુશાવરીન મજજીદ ટ્રસ્ટે દાવો દાખલ કર્યો હતો. આ કિલ્લામાં એક હિન્દુ મંદિર પણ છે.
આ પણ વાંચો : એક વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં એડમિશન: ન્યાયતંત્રને છેતરવાનો પ્રયાસ
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદ અને ઈદગાહ જગ્યાનો ઉપયોગ સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા 1968 સુધી દૈનિક નમાઝ માટે કરવામાં આવતો હતો. મહારાષ્ટ્ર સરકારે કલ્યાણ મ્યુનિસિપલ કાઉન્સિલને આ જગ્યા લીઝ પર આપી હતી.
આ પણ વાંચો : સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા પર ચર્ચા કરવા દેતી નથી: સેના (યુબીટી)
જોકે, સિવિલ જજ, સિનિયર ડિવિઝન એ એસ લંજેવારે ઠરાવ્યું હતું કે ટ્રસ્ટે લિમિટેશન એક્ટ હેઠળ નિયત કરેલા કબજાની તારીખથી ત્રણ વર્ષમાં દાવો દાખલ કર્યો નથી. આ દાવો મર્યાદા દ્વારા પ્રતિબંધિત હોવાથી સિવિલ પ્રોસિજર કોડ હેઠળ નામંજૂર કરવામાં આવે છે. (પીટીઆઈ)