કલ્યાણ કોર્ટે 2014ના હુમલાના કેસમાં નવ જણને નિર્દોષ છોડ્યા

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2014ના દંગલ અને હુમલાના કેસમાં પુરાવાનો અભાવ તથા સાક્ષીએ ફેરવી તોડ્યું હોવાનું નોંધીને નવ જણને નિર્દોષ જાહેર કર્યા હતા.
કલ્યાણ કોર્ટનાં એડિશનલ સેશન્સ જજ મંગળા એ. મોતેએ આરોપીઓને કલમ 143 (ગેરકાયદે રીતે ભેગા થવું), 336 (લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી), 395 (સશસ્ત્ર લૂંટ) તેમ જ ભારતીય દંડસંહિતાની અન્ય સંબંધિત જોગવાઇઓ હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: કલ્યાણ-ડોંબિવલીમાં 1.66 લાખ ગેરકાયદે બાંધકામો: કોર્ટે કરી પાલિકાની ઝાટકણી
તપાસકર્તા પક્ષનો કેસ 10 સપ્ટેમ્બર, 2014ના રોજ જનાબાઇ જગન જગતાપે નોંધાવેલી ફરિયાદ પર આધારિત હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કસારાના શિવાજીનગર વિસ્તારમાં આવેલા તેના ઘરમાં 20થી 25 લોકોનું ટોળું લાઠીઓ અને લોખંડના સળિયા લઇને ઘૂસ્યું હતું. ટોળાએ જનાબાઇ તથા એ વિસ્તારની અન્ય મહિલાઓ પર હુમલો કર્યો હતો.
7 માર્ચથી શરૂ થયેલી આ કેસની સુનાવણી દરમિયાન તપાસકર્તા પક્ષે જનાબાઇ, હુમલામાં ઘાયલ થયેલી રાણી જગતાપ સહિત ત્રણ સાક્ષીદારની જુબાની નોંધી હતી.
સુનાવણી દરમિયાન રાણી જગતાપે ફેરવી તોળ્યું હતું અને આરોપીઓએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી હતી.
(પીટીઆઇ)