આમચી મુંબઈ

10મું નાપાસ પુત્રને કૉલેજમાં એડ્મિશનની ખાતરી: વેપારી પાસેથી 12 લાખ પડાવ્યા…

થાણે: એસએસસીની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પુત્રને સ્થાનિક જુનિયર કૉલેજમાં એડ્મિશન અપાવવાની ખાતરી આપી બિઝનેસમૅન પાસેથી 12.2 લાખ રૂપિયા પડાવનારા ત્રણ જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણના વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે વેપારીનો પુત્ર 10માની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો. તેમ છતાં તેને કલ્યાણની જુનિયર કૉલેજમાં પ્રવેશ અપાવવાની ખાતરી આરોપીઓએ આપી હતી.

પુત્રનું બનાવટી એસએસસી પાસનું સર્ટિફિકેટ બતાવીને ત્રણેય આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. જોકે પછીથી આરોપીએ જણાવ્યું હતું કે તેમના એક સાથીની બનાવટી સર્ટિફિકેટ મામલે પોલીસે ધરપકડ કરી છે, જેમાં વેપારીના પુત્રનું નામ સામે આવ્યું છે. પુત્રની સામેની કાનૂની કાર્યવાહી ટાળવા માટે વેપારીને 12.2 લાખ રૂપિયા ચૂકવવા દબાણ કરાયું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

વેપારી સાથે સપ્ટેમ્બરથી ડિસેમ્બર, 2024 દરમિયાન કથિત છેતરપિંડી થઈ હતી. પોતાને છેતરવામાં આવ્યો હોવાનું જણાતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 336(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

આપણ વાંચો : અભિનેત્રી નેહા મલિકના ફ્લૅટમાંથી 34.50 લાખના દાગીના પર હાથફેરો કરી નોકરાણી ફરાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button