thane Kalwani Professor Gets 3 Years for Harassment
આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાના કેસમાં કલવાની કૉલેજના પ્રોફેસરને ત્રણ વર્ષની કેદ…

મુંબઈ: થાણેના કલવામાં આવેલી રાજીવ ગાંધી મેડિકલ કૉલેજમાં ભણતા એમબીબીએસ ટ્રેઇનીની જાતીય સતામણી કરવા બદલ એક પ્રોફેસરને ત્રણ વર્ષની ગંભીર જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો : અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ…

૨૦૧૪માં આ ઘટના બની હતી ત્યારે ડૉ. શૈલેશ નટરાજન (૬૩) કૉલેજના સર્જરી ડિપાર્ટમેન્ટના વડા હતા. કલવા પોલીસ સ્ટેશનમાં નટરાજન સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ઘણી વિદ્યાર્થિનીઓએ પોલીસ કમિશનરને પત્ર લખીને ડાયગ્નોસ્ટિક પ્રોસિઝર દરમિયાન પ્રોફેસર દ્વારા અશ્ર્લિલ રીતે અડકવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી. તે સમયે વિદ્યાર્થિનીઓે કૉલેજમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતુંં.

આ પણ વાંચો : વાનખેડે સ્ટેડિયમની `હાફ સેન્ચુરી’ નિમિત્તે આવતા મહિને એમસીએની શાનદાર ઉજવણી…

મેજિસ્ટ્રેટ મોહિની નનાવરેએ ગુરુવારે નટરાજનને ત્રણ વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, એમ સરકારી વકીલે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button