આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

40 વર્ષ, 3 પક્ષો, 9 વખત વિધાનસભ્ય…ભાજપના કાલિદાસ કોલંબકરની થર્ડ હેટ-ટ્રિક

ભાજપના કાલિદાસ કોલંબકરની થર્ડ હેટ-ટ્રિક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાલિદાસ કોલંબકર નવમી વખત જીત્યા છે. કાલિદાસ કોલંબકરને 66800 મત મળ્યા હતા.

કાલિદાસ કોલંબકરે શિવસેના ઠાકરેના ઉમેદવાર શ્રદ્ધા જાધવને 24,973 મતોથી હરાવ્યા છે.

કાલિદાસ કોલંબકરની રાજકીય સફર શિવસેના, કોંગ્રેસ અને ભાજપ રહી છે.

કાલિદાસ કોલંબકર નાયગાંવ અને વડાલા નામના બે મતવિસ્તારમાંથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે.

કાલિદાસ કોલંબકરને નારાયણ રાણેના સમર્થક માનવામાં આવે છે. જ્યારે નારાયણ રાણેએ શિવસેના છોડી ત્યારે તેમણે પણ પાર્ટી છોડી દીધી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં આ મોટા માથા હાર્યાઃ મુંબઈમાં પણ ચોંકાવનારા પરિણામો

શિવસેના છોડ્યા બાદ કોલંબકરે વડાલા મતવિસ્તારમાંથી 2009 અને 2014માં કોંગ્રેસમાંથી જીત મેળવી હતી.

ત્યારપછી તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા. 2019ની ચૂંટણીમાં તેઓ ભાજપમાંથી જીત્યા હતા.

કાલિદાસ કોલંબકરે 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શિવકુમાર લાડને 30000 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button