આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોંગ્રેસને ઝટકોઃ રામટેક લોકસભા સીટના ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદે પણ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુર ગ્રામીણની રામટેક લોકસભાની સીટના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિ બર્વેને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અહીંના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિ બર્વેનું જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદે જાહેર કર્યું છે, પરંતુ તેની સામે ઉમેદવારે કોર્ટમાં પણ અરજી કરી છે.

મળતી માહિતી મુજબ પ્રમાણપત્ર તપાસ સમિતિએ રશ્મિ બર્વેનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું છે. રામટેક લોકસભાની બેઠક એસસી માટે રિઝર્વ છે. અહીંથી કોંગ્રેસે રશ્મિ બર્વેને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, ત્યાર બાદ ગઈકાલે રશ્મિ બર્વેએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.

જોકે વૈશાલી દેવિયાની ફરિયાદના આધારે મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગની જાતિ પ્રમાણપત્ર તપાસ સમિતિએ રશ્મિ બર્વેનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેના વિરોધમાં રશ્મિ બર્વેએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

આ રશ્મિ બર્વેએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે વિવિધ પક્ષો તરફથી માત્ર રાજકીય લાભ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે હવે આ કેસમાં પહેલી એપ્રિલના સોમવારે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોમટેકના ઉમેદવારના રૂપમાં રશ્મિ બર્વેની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે તેના પતિ શ્યામ કુમાર બર્વેનું નામ પણ બીજા નંબરે લખ્યું હતું. જો રશ્મિ બર્વેની ઉમેદવારી રદ થાય તો વૈકલ્પિક ઉમેદવારના રૂપમાં તેના પતિ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હશે.

અહીં એ જણાવવાનું કે મહાવિકાસ આઘાડી સાથે મળીને ચૂંટણી લડશે, પરંતુ હજુ પણ ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધનના આધારે સીટ વહેંચણી થઈ નથી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ મળીને લોકસભા ચૂંટણી લડી રહી છે. જો કે એકનાથ શિંદેની શિવસેના, અજીત પવારની એનસીપી અને ભાજપ મળીને લોકસભા ચૂંટણી લડી રહી છે. જેથી મહારાષ્ટ્રમાં મોટું રાજકીય યુદ્ધ થવા જઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button