આમચી મુંબઈ

વિદેશમાં નોકરીને બહાને 22 લાખની છેતરપિંડી: એજન્ટ સામે ગુનો

થાણે: સિંગાપોરમાં નોકરી અપાવવાને બહાને 22 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા બદલ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ડોંબિવલી વિસ્તારમાં રહેનારો ફરિયાદી મુંબઈમાં પોતાની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવે છે. આરોપીએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે તેના 11 ક્લાયન્ટ્સને સિંગાપોરમાં નોકરી અપાવી શકે છે. આરોપી પર વિશ્ર્વાસ રાખીને ફરિયાદીએ એ માટે 22 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, એમ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો

જોકે વિદેશમાં નોકરી અંગે કોઇ હિલચાલ ન થતાં ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધ્યો હતો, પણ તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં તે ફરિયાદીને ટાળવા લાગ્યો હતો.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે પોલીસે રવિવારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ હાલ બંને પક્ષ વચ્ચેના આર્થિક વ્યવહાર અંગે તપાસ કરી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button