એક્ટર શ્રેયસ તલપડે સામે છેતરપિંડીનો કેસ નોંધાયો…

મુંબઈ: જમ્મુ-કાશ્મીર પોલીસે એક આકર્ષક ચિટફંડ યોજના દ્વારા સેંકડો ગ્રામજનોને છેતરવાના આરોપસર બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે અને અન્ય 14 જણા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ અને પ્રથમ ફિલ્મ ‘ઇકબાલ’નો સમાવેશ થાય છે.
મળેલી માહિતી અનુસાર આરોપીઓ ‘ધ લોણી અર્બન મલ્ટિસ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ’ નામની કંપની ચલાવતા હતા. કંપનીના એજન્ટોએ કથિત રૂપે ગ્રામજનોને વચન આપ્યું હતું કે ટૂંકા ગાળામાં તેમનું રોકાણ લગભગ બમણું થઈ જશે.
આ પણ વાંચો : આ શહેરમાં સિકંદર ફિલ્મની ટિકિટનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો, એડવાન્સ બુકિંગમાં આટલી કમાણી કરી…
પોલીસે જણાવ્યું હતું કે ગ્રામજનો પાસેથી કરોડો રૂપિયાના રોકાણ તરીકે મેળવી લીધા પછી કંપનીએ કામગીરી બંધ કરી દીધી ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી ઉચાળા ભર્યા હતા. કંપની છેલ્લા દસ વર્ષથી જિલ્લામાં આ યોજનાનો અમલ કરી રહી છે. શ્રીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી કૌભાંડની સંપૂર્ણપણે ઉઘાડું પાડવા માટે તપાસ ચાલી રહી છે.