આમચી મુંબઈ

મહિલા આયોગે ડૉકટરની હેરાનગતિની ફરિયાદ પર સર જેજે ગ્રુપ ઓફ હૉસ્પિટને નોટિસ ફટકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે મુંબઈ સ્થિતિ સર જેજે ગ્રુપ ઓફ હૉસ્પિટલના ડીનને મહિલા પ્રોફેસર-ડૉકટરની તેના વિભાગના વડા દ્વારા માનસિક સતામણીની ફરિયાદ પર નિર્ધારીત સમયની અંદર રિપોર્ટ સબમીટ કરવામાં નિષ્ફળ રહેવા બદલ નોટિસ ફટકારી હતી.

હૉસ્પિટલના ગાયનેકોલોજી અને ઓબ્સટેટ્રીક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને ડૉકટરે આ વર્ષે ૧૦ જુલાઈના રોજ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે વિભાગના વડા દ્વારા સતત માનસિક ઉત્પીડન અને અપમાનજક વર્તનનો આક્ષેપ કર્યો હતો.

આપણ વાચો: કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટીપ્પણી કરવા પર મહિલા આયોગે કરી ધરપકડની માંગ

કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું હતુંં કે ફરિયાદના સંંબંધમાં કમિશને હૉસ્પિટલ પ્રશાસન દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાબતે ૧૮ જુલાઈ અને ૨૪ ઑક્ટોબરે વિગતવાર અહેવાલ માગ્યો હતો પણ હૉસ્પિટલે રિપોર્ટ સબમીટ કર્યો ન હોવાથી કમિશને ૨૯ ઑક્ટોબરના સુનાવણી હાથ ધરી હતી.

જોકે હૉસ્પિટલ તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ ફરિયાદ અને તેના પર લેવાયેલી કાર્યવાહીથી અજાણ હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલ સહકાર આપવામાં નિષ્ફળ જતા અને જરૂરી માહિતી આપવામાં વિલંબ કરતા તેની ગંભીરતાની નોંધ લઈને કમિશને ડીનને ઔપચારિક નોટિસ જારી કરી હતી. પેનલે એવું પણ નોંધ્યું હતું કે હૉસ્પિટલ પ્રશાસન મહિલા કર્મચારીની ફરિયાદને યોગ્ય ગંભીરતા સાથે સાંભળતું નથી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button