ઝવેરીની દુકાનમાં લૂંટ અને હુમલો: થાણે એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા

થાણે: 17 વર્ષ અગાઉ ઝવેરીની દુકાનમાં લૂંટ અને ત્યાંના સ્ટાફ પર હુમલો કરવાના કેસમાં થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા હતા.
મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસોની સુનાવણી કરતી કોર્ટના જજ અમિત એમ. શેટેએ 18 નવેમ્બરે આપેલા આદેશમાં અપૂરતા પુરાવાઓને ટાંકીને આરોપીઓને રાહત આપી હતી.
કોર્ટના દસ્તાવેજો અનુસાર 2007માં શહાપુરના ખર્ડી ખાતે લોકોના ટોળાએ વિશાલ જ્વેલર્સના સ્ટાફ પર હુમલો કર્યો હતો અને રૂ. 12.49ના દાગીના લૂંટ્યા હતા.
આ પણ વાંચો :Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ
કુલ મળીને 21 લોકોનાં નામ હતા, પણ તેમાંથી એક સગીર હોવાથી તેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યારે ચાર જણ મૃત્યુ પામ્યા હતા.
જજે આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં ફરિયાદી પક્ષની નિષ્ફળતા તરફ ધ્યાન દોર્યું હતું. કેટલાક આરોપીઓ અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા હતા, જ્યારે રજૂ કરાયેલા પુરાવાઓ આ કેસમાં તેમનો અપરાધ સ્થાપિત કરવા માટે અપૂરતા હતા. (પીટીઆઇ)