આમચી મુંબઈ

મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી મહિલાના દાગીના પડાવ્યા: બે જણ સામે ગુનો દાખલ

મુંબઈ: બોરીવલી પૂર્વમાં મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી ૫૩ વર્ષની મહિલાને રસ્તામાં રોક્યા બાદ તેને વાતોમાં પરોવીને બે ગઠિયાએ દાગીના પડાવ્યા હતા. કસ્તુરબા માર્ગ પોલીસે આ પ્રકરણે બે જણ સામે ગુનો દાખલ કર્યો હતો.

કાંદિવલી પૂર્વના સમતાનગર વિસ્તારમાં રહેતી શોભા પૂજારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગુરુવારે રાતે આઠ વાગ્યે પતિ સાથે બોરીવલી પૂર્વમાં પદ્માવતી દેવીના મંદિરમાં પૂજા કરવા ગઇ હતી. ૧૦ વાગ્યે પૂજા પત્યા બાદ દંપતી પગપાળા ઘરે જવા નીકળ્યું હતું. પૂજાનો પતિ આગળ ચાલી રહ્યો હતો અને કાર્નિવલ સિનેમા પરિસરમાં પહોંચ્યા બાદ બે અજાણ્યા શખસે પૂજાને રોકી હતી. આગળ ઝઘડો થયો હોવાથી તમે તમારા દાગીના કાઢીને પર્સમાં રાખી દો, એવું તેમણે પૂજાને કહ્યું હતું. આથી પૂજાએ દાગીના પર્સમાં રાખી દીધી હતા. એવામાં એક શખસે પર્સ પોતાના હાથમાં લીધું હતું, જ્યારે બીજા શખસે પૂજાને વાતોમાં પરોવી રાખી હતી. બાદમાં પર્સ પૂજાને આપી બંને ત્યાંથી જતા રહ્યા હતા. બંને જણ ગયા બાદ પૂજાને શંકા ગઇ હતી. આથી તેણે પર્સ તપાસતાં તેમાં દાગીના ગાયબ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button