આમચી મુંબઈ

જયંત પાટીલ મારા સંપર્કમાં છે પણ એનસીપી (એસપી) છોડવાની ચર્ચા ક્યારેય કરી નથી: ગિરીશ મહાજન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ મહારાષ્ટ્ર એકમના પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યા છે તેવી અફવાઓ વચ્ચે, ભાજપના વરિષ્ઠ રાજકારણી અને પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે પાટીલ દેખીતી રીતે પાર્ટીમાં નાખુશ છે અને તેમની સાથે નિયમિત સંપર્કમાં રહે છે.

મહાજને કહ્યું હતું કે ‘થોડો સમય રાહ જોઈએ કે શું પરિવર્તન આવે છે.’ તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે તેમણે અને પાટીલે એનસીપી (એસપી)માંથી સંભવિત રાજીનામા અંગે ક્યારેય ચર્ચા કરી નથી.

આ પણ વાંચો: ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે

મહાજને કહ્યું હતું કે પાટીલે ક્યારેય રાજીનામા અંગે તેમની સાથે વાત કરી નહોતી. ‘જયંત પાટીલ એક વરિષ્ઠ નેતા છે. જો તેમને કંઈ કહેવું હોય તો તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરશે,’ એમ પણ જામનેરના વિધાનસભ્યે કહ્યું હતું.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે પાટીલે મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને શશિકાંત શિંદે તેમના સ્થાને આવશે.

એનસીપી (એસપી)ની મંગળવારે જનરલ બોડી મીટિંગ છે, જેમાં આની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
મહાજને એનસીપી (એસપી)માં પાટીલની કથિત નાખુશીને પરિવાર અને વફાદાર કાર્યકરો વચ્ચેના સંઘર્ષ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો – જેનો સંદર્ભ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળે બાબતે હતો.

આ પણ વાંચો: સંજય રાઉત આસપાસ હોય ત્યારે ઉદ્ધવને રાજકીય દુશ્મનની જરૂર નથી: ગિરીશ મહાજન

કથિત એમએસસીબી કૌભાંડમાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આરોપ લગાવવા અંગે મહાજને કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અને ખોટા કાર્યો માટે જવાબદાર લોકોને પરિણામ ભોગવવા પડશે.’

તેમણે કહ્યું કે જો રોહિત પવાર માને છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી, તો તેમણે તપાસથી ડરવું જોઈએ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button