આમચી મુંબઈ

જાલના જિલ્લા પરિષદની સ્કૂલનો હેડમાસ્તર ક્લાસમાં દારૂના નશામાં મળ્યો…

જાલના: જાલના જિલ્લામાં જિલ્લા પરિષદની સ્કૂલનો હેડમાસ્તર ક્લાસમાં દારૂના નશામાં અને જમીન પર પડેલો મળી આવ્યો હતો. ભોકરદાન તહેસીલના તાકલી ગામમાં આવેલી જિલ્લા પરિષદની સ્કૂલમાં શુક્રવારે આ ઘટના બની હતી અને હેડમાસ્તરની ઓળખ દામુ ભીમરાવ રોજેકર તરીકે થઇ હતી.

ભૂતપૂર્વ સરપંચ બળીરામ ગાવંડેએ સ્કૂલના ક્લાસમાં હેડમાસ્તરને દારૂના નશામાં અને જમીન પર પડેલો જોયો હતો. એ સમયે ક્લાસમાં વિદ્યાર્થીઓ હાજર નહોતા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ બહાર રમી રહ્યા હતા. દરમિયાન બનાવની જાણ થતાં બ્લોક એજ્યુકેશન ઓફિસર તાત્કાલિક સ્કૂલમાં પહોંચી ગયા હતા અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ભાસ્કર જાધવનો કૉલ કર્યો હતો.

હેડમાસ્તરનો બ્લડ આલ્કોહોલ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લાના જાફરાબાદ તહેસીલના ગાડેગાવન ગામમાંની સ્કૂલમાં 20 જૂને શિક્ષક દારૂના નશામાં મળી આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ શિક્ષક વી.કે. મુંડેને શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button