જળગાંવમાં કાર ઊંધી વળતાં ત્રણ જણનાં મોત, ચાર ઘાયલ

મુંબઈ: જળગાંવ જિલ્લામાં કાર ઊંધી વળતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણને ઇજા પહોંચી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ચાલીસગાંવમાં ક્ધનાડ ઘાટ વિસ્તારમાં બુધવારે રાતના આ અકસ્માત થયો હતો. અહિલ્યાનગરના શેવગાંવના સાત જણનું જૂથ કારમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈન જવા માટે નીકળ્યું હતું.
ચાલીસગાંવના ઘાટ વિસ્તારમાં ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર ઊંધી વળી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં હાજર સાતેય જણને ગંભીર ઇજા પહોંચતાં તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
જોકે ડૉક્ટરોએ ત્રણ જણને તપાસી મૃત જાહેર કર્યા હતા, જેમની ઓળખ તુકારામ અંભોરે (27), શેખર દુર્પાટે (31) અને ઘનશ્યામ પિસોટે (30) તરીકે થઇ હતી. બાકીના ચાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)
આ પણ વાંચો…2021ના માર્ગ અકસ્માતના ચાર પીડિતોને 54 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ



