આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

ઇન્સ્ટાગ્રામ પરની રિલેશનશિપ મોંઘી પડી! દુબઈથી આવેલા વરરાજાની જાન પહોંચી અને જોયું કે…

મુંબઈ: દેશમાં ઘણા લગ્ન ઈચ્છુક યુવાનો છેતરપીંડીનો ભોગ બનતા હોય છે, એવામાં પંજાબમાં હાલ એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શણગારેલી કારના કાફલા સાથે લગ્ન કરવા પહોંચેલા વરરાજા અને જાનૈયાઓને ખબર પડીકે કન્યા જ ગાયબ છે.

આ પણ વાંચો : પશ્ર્ચિમ રેલવેમાં શનિ-રવિની રાતે બ્લોક રવિવારે મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક

દુબઈમાં મજુરી કામ કરતો દીપક નામનો 24 વર્ષીય યુવાન લગ્ન કરવા એક મહિના પહેલા પંજાબ પરત ફર્યો હતો. શુક્રવારે વરરાજા દીપકની જાન જલંધર જિલ્લાના તેના ગામ મંડિયાલીથી મોગા શહેર સુધી ઉત્સાહ સાથે પહોંચી હતી. પરંતુ ત્યાં પહોંચતા સૌ આઘાતમાં સરી ગયા હતાં.

Instagram પર મનપ્રીત સાથે મુલાકાત:

દીપક 150 જાનૈયાઓ સાથે મોગાની મનપ્રીત કૌર સાથે લગ્ન કરવા પહોંચ્યો હતો, મનપ્રીત સાથે દીપકની Instagram પર મુલાકાત થઇ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે બંને લગભગ ત્રણ વર્ષથી એક બીજાના મળ્યા વગર ઓનલાઈન રિલેશનશિપમાં હતા. ત્રણ વર્ષ સુધી ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશિપમાં રહ્યા બાદ, કપલે ફોન પર લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેમના માતા-પિતાને એકબીજા સાથે વાત કરીને બધું નક્કી કર્યું.

લાપતા દુલ્હન:

લગ્ન માટે 6 ડિસેમ્બર 2024નું મુહુર્ત કાઢવામાં આવ્યું અને દીપકના ઘરે તૈયારીઓ શરુ કરવામાં આવી. મનપ્રીત અને તેના પરિવાર દ્વારા દીપકને 150 મહેમાનોની જાન લાવવાનું કહેવામાં આવ્યું, જાન શુક્રવારે મોગા પહોંચી અને ખબર પડી કે કન્યા ગુમ છે અને લગ્નસ્થળ અસ્તિત્વમાં નથી.

જાન બપોરના સમયે મોગા પહોંચી, દીપકે મનપ્રીતને કોલ કર્યા. શરૂઆતમાં, મનપ્રીતે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેના સંબંધીઓ જાનને આવકારવા આવશે. જો કે, સાંજે 5 વાગ્યા સુધીમાં કોઈ ન આવ્યું. ત્યાર બાદ મનપ્રીતે ફોન બંધ કરી દીધો હતો.

પોલીસ ફરિયાદ નોંધાવાઈ:

પાંચ કલાકથી વધુ સમય રાહ જોયા બાદ, વરરાજા અને તેનો પરિવાર મનપ્રીત કૌર અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. વરરાજા દીપકે પોલીસને જણાવ્યું કે મનપ્રીતે ફિરોઝપુરમાં વકીલ હોવાનો અને સારા પગારવાળી નોકરી હોવાનો દાવો કર્યો હતો.

દીપકે કહ્યું કે તે ક્યારેય મનપ્રીતને રૂબરૂ મળ્યો નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા જોયા છે. મનપ્રીતે લગ્ન સ્થળ ‘રોઝ ગાર્ડન પેલેસ’ જણાવ્યું હતું, પરંતુ જ્યારે તેઓ મોગા પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આવી કોઈ જગ્યા અસ્તિત્વમાં જ નથી.

દીપકે ફરિયાદમાં જણાવ્યું કે મનપ્રીતે લગ્નના ખર્ચમાં મદદ માંગી, ત્યારે દીપકે મનપ્રીતને ₹50,000 ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો : સ્કૂલ બસના નિયમોની ઐસીતૈસી: વિદ્યાર્થીઓના જીવન સાથે રમત

વરરાજાના પિતાની વ્યથા:

વરરાજાના પિતા પ્રેમ ચંદે જણાવ્યું હતું કે તેઓએ કન્યાની માતા સાથે ફોન પર વાત કર્યા બાદ લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ તેઓ ક્યારેય તેના પરિવારમાંથી કોઈને રૂબરૂ મળ્યા નથી. તેમણે કહ્યું કે, “અમે ગાડીઓ શણગારી, મીઠાઈઓ ખરીદી અને ફોટોગ્રાફર રાખવા માટે પણ ઘણા પૈસા ખર્ચ્યા. જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે તેઓએ જે સ્થળનું નામ આપ્યું છે તે અસ્તિત્વમાં જ નથી. છેતરપિંડી થઇ છે. ”

મોગા સિટી સાઉથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button