નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી જગ્યા કબૂતરખાના માટે ઉપલબ્દ કરાવો: જૈન સમાજની સુધરાઈ સમક્ષ માગણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી જગ્યા કબૂતરખાના માટે ઉપલબ્દ કરાવો: જૈન સમાજની સુધરાઈ સમક્ષ માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
જૈન સમાજના અગ્રણીઓના એક શિષ્ટમંડળે મંગળવાર મુંબઈ મહાનગર પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને તેમને નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી પર્યાયી જગ્યા શોધીને કબૂતરખાના માટે તે ઉપલબ્ધ કરાવવી એવી માગણી કરી હતી.

મુંબઈના નાગરિકોના આરોગ્યને નુકસાન કરનારા રહેણાંક વિસ્તારના કબૂતરખાનાને બંધ કરીને તે માટે વૈકલ્પિક જગ્યા શોધવાના હાઈ કોર્ટના નિર્દેશ બાદ પાલિકાએ મુંબઈના કબૂતરખાનાને બંધ કરાવી દીધા હતા, તેની સામે અમુક જીવદયા પ્રેમીઓ દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: મુંબઈમાં ફરી કબૂતરખાનાનો મુદ્દો ગરમાશેઃ ત્રીજી નવેમ્બરથી જૈન સમુદાય કરશે આંદોલન

જોકે પાલિકા પ્રશાસને કોર્ટના આદેશને પગલે રહેણાંક વિસ્તારમાં આવેલા અને આરોગ્યને નુકસાન કરનારા કબૂતરખાનાને બંધ કરાવી દીધા હતા. જોકે આ દરમ્યાન પાલિકા દ્વારા કબૂતરખાનાના ઠેકાણે નિયંત્રિત પદ્ધતીએ અને અમુક નક્કી કરેલા સમયે કબૂતરોને ચણ (કંટ્રોલ ફીડીંગ) આપી શકાય કે નહીં તેના સહિત અન્ય મુદ્દાઓ પર કોર્ટના આદેશ અંતર્ગત નાગરિકો માટે સૂચના અને વાંધા પણ પાલિકા પ્રશાસને મંગાવ્યા હતા

મંગળવારે જૈન સમાજના અગ્રીણીઓએ ભૂષણ ગગરાણીની ભેંટ લીધી હતી અને તેમને મુંબઈના કબૂતરખાના માટે નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી પર્યાયી જગ્યા શોધીને ઉપલબ્ધ કરાવી આપવાની માગણી કરવામાં આવી હતી, ત્યારે પર્યાયી જગ્યા શોધીને એ બાબતની માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવશે એવું આશ્ર્વાસન કમિશનર દ્વારા આપવામાં આવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button