કબૂતરોને ચણનો મુદ્દો ફક્ત રાજ ઠાકરે જ ઉકેલી શકે | મુંબઈ સમાચાર

કબૂતરોને ચણનો મુદ્દો ફક્ત રાજ ઠાકરે જ ઉકેલી શકે

મરાઠી સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ જૈન સાધુનું નિવેદન: મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના દાદર વિસ્તારમાં કબૂતરોને ચણ ખવડાવવાનો મુદ્દો પક્ષમાં અને વિરોધમાં એમ બે સમુદાયો વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ જવાની શક્યતા, એક જૈન સાધુએ બુધવારે મનસેના વડા રાજ ઠાકરેને પરિસ્થિતિ શાંત કરવા માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.

‘બાળ ઠાકરેના આદર્શો રાજ ઠાકરેમાં પ્રતિબિંબિત થાય છે. હું તેમને મળવા માગું છું. તેઓ જ આ વિવાદનો અંત લાવી શકે છે. હું તમને (રાજ ઠાકરે) વિનંતી કરું છું કે આ મુદ્દો ઉકેલો,’ એમ એમએનએસ પ્રમુખને ‘મરાઠી હૃદયસમ્રાટ’ ગણાવતા સાધુ નિલેશચંદ્ર વિજયે કહ્યું હતું.

આ પણ વાંચો: કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું

તેમણે રાજ ઠાકરેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બુધવારે વહેલી સવારે, મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોએ કબૂતરોને ચણ ખવડાવવા પર પ્રતિબંધના સમર્થનમાં કબૂતરખાના પરિસરમાં દેખાવો કર્યા હતા. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે પોલીસે ગયા અઠવાડિયે કબૂતરોને ચણ ખવડાવવાના વિસ્તારને આવરી લેતી તાડપત્રી ફાડી નાખનારા વિરોધીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી.
સાધુએ એવી સ્પષ્ટતા કરી કે ગયા અઠવાડિયે જૈન સમુદાય દ્વારા કરવામાં આવેલો વિરોધ સમાજના કોઈપણ વર્ગ સામે નથી. જોકે, આ મુદ્દાને સ્થાનિકો (મરાઠીભાષી નાગરિકો વાંચો) અને ‘બહારના લોકો’ વચ્ચેના સંઘર્ષ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

‘જૈન સમુદાયના સભ્યો દ્વારા કબૂતરોના જીવ બચાવવા માટે પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખોરાક પર પ્રતિબંધ વચ્ચે છેલ્લા 20-25 દિવસમાં 20,000થી વધુ કબૂતરો ભૂખે મર્યા છે.

આ પણ વાંચો: મુખ્ય પ્રધાનની ખાતરી છતાં દાદર કબૂતરખાનાનો વિવાદ વકર્યોઃ જૈનોની પોલીસ સાથે પણ ઝપાઝપી

જો છત્રપતિ શિવાજી મહારાજ અથવા મરાઠી માનુષનું અપમાન કરવામાં આવે તો ગુનેગારોને પ્રસાદ (પાઠ શીખવવામાં આવે) આપી શકાય છે, એમ સાધુએ જણાવ્યું હતું.

કબૂતરખાનામાં પક્ષીઓને ખોરાક આપવા પરના પ્રતિબંધો હટાવવામાં નહીં આવે તો જૈન સમુદાય ધર્મ માટે હથિયાર ઉપાડશે એમ કહીને સાધુએ ખળભળાટ મચાવ્યો હતો.

મરાઠી એકીકરણ સમિતિના પ્રમુખ ગોવર્ધન દેશમુખની આગેવાની હેઠળના કાર્યકરોએ સવારે 11 વાગ્યાની આસપાસ કબૂતરખાના વિસ્તાર ખાતે દેખાવો કર્યા હતા.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button