ઓનલાઇન મિત્રતા કરવું મહિલાને પડ્યું ભારે, આરોપીએ મળવા બોલાવીને કર્યો…

અહમદનગર: સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલા સાવચેતી રાખવી જોઈએ એવું વારંવાર પોલીસ પ્રશાસન દ્વારા અવાહન કરવામાં આવે છે. તાજેતરમાં ઇનસ્ટાગ્રામ પર એક યુવતીએ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી, પણ ઓનલાઇન મિત્રને મળવા જવાના નિર્ણયને લઈને યુવતીને પસ્તાવો કરવાનો વખત આવ્યો છે. મિત્રને મળવા આ યુવતી એક લૉજ પર પહોંચી હતી. ત્યાં વ્યક્તિએ યુવતી પર અત્યાચાર કર્યો હતો.
આ ઘટના વિશે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમીર હસન શેખે એક મહિલા સાથે ઇનસ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. તેણે મહિલાને મળવા બોલાવી હતી અને ત્યારબાદ આરોપીએ મહિલાને એક લૉજ પર લઈ જઈને તેના પર બળાત્કાર આચાર્યો હતો. આ મામલે આરોપી શેખની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ મહિલાને પુણેના એક બસ સ્ટેશન પર મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ આપણે બીજી જગ્યાએ જઈને વાત કરીયે એવું કહી આરોપી મહિલાને બાઇક પર બેસાડીને લૉજ પર લઈ ગયો હતો અને ત્યાં આરોપીએ મહિલા સાથે મારપીટ કરી તેના પર બળાત્કાર કર્યો હતો.
મહિલાએ આરોપીને ફોન કરતાં આરોપીએ મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોતાની સાથે અત્યાચાર થયા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોતવાલી સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.