આમચી મુંબઈ

ભંગારના ગોદામમાં નાના ભાઇએ આગ લગાવી હોવાનો આરોપ

પાલઘર: નાના ભાઇએ ફટાકડા ફોડીને ભંગારના ગોદામમાં આગ લગાવી હોવાનો આરોપ મોટા ભાઇએ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે નાના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદી રાકેશ ઉપાધ્યાય (૪૫) પાલઘર જિલ્લાના મનોર રોડ પર ભંગારનું ગોદામ ધરાવે છે. શુક્રવારે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ ગોદામમાં આ લાગી હોવાનું રાકેશને જાણવા મળ્યું હતું. અગ્નિશમન દળના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પણ ગોદામમાં રાખેલો ભંગાર સળગી ગયો હતો. રાકેશે પોલીસને જણાવ્યું હતું કે તેણે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે તેના નાના ભાઇ રાજેશે ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે તણખો ઊડતાં ગોદામમાં આગ લાગી હતી. રાકેશની ફરિયાદને આધારે પોલીસે રાજેશ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. જોકે આ કેસમાં હજી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button