આમચી મુંબઈ

WATCH: સિમ્પલ લૂકમાં કોની સાથે ડિનર ડેટ પર ગઈ હતી Isha Ambani?

હાલમાં જ થયેલી અનંત અંબાણીની ગ્રાન્ડ પ્રિ-વેડિંગ પાર્ટી સહિત અંબાણી પરિવાર કોઈકને કોઈક કારણોસર સમાચારોમાં રહે છે. હવે અંબાણી પરિવારની દિકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. બન્નેને હાલમાં જ એક ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં ઈશાએ પોતાના સાદગીભર્યા અંદાજથી લોકોનું દિલ જીતી લીધું હતું.

આમ તો અંબાણી પરિવાર પોતાની ભવ્ય લાઈફસ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે. જો કે આજ પરિવારમાં એક સભ્ય એવો પણ છે જે પોતાની સિંપ્લિસિટી માટે પ્રખ્યાત છે.


એ બીજુ કોઈ નહીં પણ Mukesh Ambani અને Neeta Ambaniની લાડલી ઈશા અંબાણી છે. આમ તો તમે ઈશાને કોઈ પણ ઈવેન્ટમાં લાખો-કરોડોના ઘરેણાં-કપડા પહેરેલી જ જોઈ હશે. પણ એવું નથી કે ઈશા હંમેશા ક્લાસી લૂકમાં જ હોય છે. ઘણી વખત અંબાણી પરિવરાની લાડલી પોતાની સાદગીથી પણ લોકોનું દિલ જીતી ચૂકી છે. જેનું તાજુ ઉદાહરણ આપણી પાસે છે.

હાલમાં જ ઈશા અંબાણીને તેના પતિ આનંદ પીરમલ સાથે એક ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવી હતી. દરમિાન ઈશાએ બ્લેક કરલનો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો, જ્યારે પતિ આનંદ પીરામલે સફેદ પ્રિન્ટેડ શર્ટ અને ઓફ વ્હાઈટ પેન્ટ પહેરી હતી. મજાની વાત છે કે હમેશા ક્લાસી લૂકમાં દેખાતી ઈશાને આવા સિંપલ લૂકમાં જોઈ લોકો તેને ઓળખી પણ શક્યા ન હતા. હાલ લોકો ઈશાની આ સાદગીના વખાણ કરી રહ્યા છે.

આ પહેલી વખત નથી જ્યારે ઈશા આવા સાધારણ વસ્ત્રોમાં દેખાય હોય, આ પહેલા પણ ઈશાને આવા વસ્ત્રોમાં જોઈ લોકો હેરાન થઈ ચૂક્યા છે. જેથી કહી શકાય કે આટલા અમીર પરિવાર સાથે જોડાયેલી હોવા છતા ઈશા સિમ્પલ લૂકમાં રહેવાનું પસંદ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button