આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મુંબઈમાં ત્રણ દાયકાથી પડી રહેલાં ગરમી Heatwave છે કે Urban Heat? શું કહે છે નિષ્ણાતો…

મુંબઈઃ રાજ્ય સહિત મુંબઈ અને થાણેમાં આજે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે Heatwaveની આગાહી કરવામાં આવી છે પણ શું આ Heatwave બે જ દિવસ પૂરતી મર્યાદિત છે? તો આ સવાલનો જવાબ છે નહીં…Urban Heatની સમસ્યા મુંબઈને છેલ્લાં કેટલાય દાયકાઓથી સતાવી રહી છે. આવો જોઈએ શું છે આ Urban Heat અને તેના કારણો શું છે?

છેલ્લાં ત્રણ દાયકાથી શહેરના તાપમાનમાં થયેલો વધારો અને કોંક્રિટીકરણમાં થયેલા વધારાને કારણે પહેલાં કરતાં લાંબા સમય સુધી ગરમી અટકી પડે છે અને એટલે ગરમી પડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે એવી માહિતી હવામાન ખાતાના અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ સિવાય પર્યાવરણ તજજ્ઞ દ્વારા આ પાછળનું સૌથી મોટું કારણ એટલે શહેરમાં ઘટી રહેલી હરિયાળી અને બિલ્ડિંગના બાંધકામ દરમિયાન નિયમોમાં કરવામાં આવતી બાંધછોડ પણ સતત વધી રહેલી ગરમીનું મુખ્ય કારણ છે.

પ્રાદેશિક હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં સતત કેમ હીટવેવ અને ગરમી વધતી જઈ રહી છે એવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કોંક્રિટીકરણ એ સતત વધી રહેલા તાપમાનનું મુખ્ય કારણ છે. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગગનચૂંબી ઈમારતો ઊભી થઈ રહી છે, જેને કારણે પણ હીટવેવ અનુભવાય છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો મુંબઈમાં બપોરનું તાપમાન 1 વાગ્યે 47 ડિગ્રી સેલ્સિયન સુધી પહોંચે છે તો ગરમીને કારણે કોંક્રિટીકરણને કારણે અને સંરચનામાં લાંબા સમય સુધી ટકી રહી છે અને તે તમને એક કલાક માટે નહીં પણ લાંબા સમય સુધી અનુભવાય છે.

પર્યાવરણતજ્જ્ઞોએ શહેરમાં પડી રહેલાં ધોમધખતા તડકાં અને ગરમીને કારણે પ્રશાસનને આડેહાથ લીધા છે. વિકાસકામો કરતી વખતે પર્યાવરણનું ધ્યાન ના રાખવું, આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવું, ભૂગર્ભ જળસ્તર નીચે જવું જેવા કારણે પણ હીટવેવ અનુભવાતી હોવાનું તેમનણે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ જો મુંબઈ શહેર અત્યારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો હોય તો એ માટે ક્યાંકને ક્યાંક પ્રશાસન પણ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

Urban Heatના વધી રહેલાં પ્રમાણના બીજા પણ કેટલાક પ્રમુખ કારણે છે જેના વિશે આપણે વાત કરીશું-
ખુલ્લી જગ્યાનો અભાવ પર્યાવરણવાદી એ જણાવ્યું હતું બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન વખતે ખુલ્લી જગ્યા (RG) છોડવાનું ફરજિયાત છે પણ હકીકતમાં આ નિયમનું પાલન ખૂબ જ ઓછું કરવામાં આવે છે અને એને કારણે પણ દિવસે દિવસે મુંબઈમાં ગરમીનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે.

વૃક્ષોની ઓછી સંખ્યા
આ સાથે સાથે જ મુંબઈમાં વિવિધ વિકાસ કામો માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. વાસ્તવિકતામાં નિયમ તો એવો છે કે જેટલા વૃક્ષો કાપવામાં આવે છે એટલા જ વૃક્ષો પાછા લગાવવા પણ પડે છે પરંતુ આ નિયમનું પાલન પણ નથી કરવામાં આવતું. રસ્તાની બંન બાજું 10થી 20 મીટરના અંતરે વૃક્ષો હોવા જોઈએ પણ મુંબઈમાં કોંક્રિટીકરણ કરીને છે જે વૃક્ષો બચ્યા છે એનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.

ઘટી રહ્યું છે ભૂગર્ભનું જળસ્તર
જમીનની નીચે રહેલું પાણી પણ જમીનને ઠંડી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આજકાલ અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે અને એને કારણે ભૂગર્ભમાં રહેલાં જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભૂગર્ભમાં જળ જ નહીં હોય તો કુદરતી રીતે જમીન જ કઈ રીતે ઠંડી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing