આમચી મુંબઈનેશનલ

IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુકિંગ બંધ થતા ગ્રાહકો પરેશાન

મુંબઇઃ રેલવે ટિકિટ બુક કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. IRCTC (ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન)ની વેબસાઈટ આગામી એક કલાક માટે ડાઉન થઇ ગઇ છે. તેથી રેલવે ટિકિટનું બુકિંગ શક્ય નથી. આના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી મોટી વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ કરવાના સમયે જ IRCTC સાઈટ ક્રેશ થઈ ગઈ છે. IRCTCએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સાઈટની જાળવણી થઈ રહી છે, તેથી આગામી 1 કલાક સુધી બુકિંગ ખુલ્લું રહેશે નહીં.

IRCTCએ જણાવ્યું હતું કે “જાળવણી પ્રવૃત્તિ (મેન્ટેનન્સ એક્ટીવીટી)ને કારણે, આગામી એક કલાક માટે ઈ-ટિકિટીંગ સેવા ઉપલબ્ધ નથી. કૃપા કરીને પછી પ્રયાસ કરો. રદ કરવા/ tdr ફાઇલ માટે, કૃપા કરીને ગ્રાહક સંભાળ નંબર પર કૉલ કરો. 14646, 0755-6610661 અને 0755-4090600 અથવા etickets@irctc.co.in પર મેઇલ કરો.”


Also read: IRCTC ID Linked With Aadhar Card


નોંધનીય છે કે ભારતીય રેલ્વે વિવિધ પેસેન્જર સેવાઓને એકીકૃત કરવા માટે “Super App” વિકસાવી રહી છે, જેમાં એકજ એપમાં જ ગ્રાહકોને બધી જ માહિતી અને બુકિંગ અને અન્ય બધી જ સુવિધા મળી જાય. IRCTC એ બીજા ક્વાર્ટરમાં રૂ.305.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેમાં ઈન્ટરનેટ ટિકિટિંગનો નોંધપાત્ર ફાળો હતો. કંપનીએ શેર દીઠ રૂ.4નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button