રોકાણકારો સાથે 37 લાખ રૂપિયાની છેતરપિંડી: બે સામે ગુનો…

થાણે: ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે રોકાણકારો સાથે 37.36 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. બંને આરોપી થાણે જિલ્લાના ડોંબિવલીના રહેવાસી છે.
આરોપીઓએ એવું કહીંને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા કે તેમણે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ પાસેથી ક્ધસાઇનમેન્ટ્સ ટ્રાન્સપોર્ટ કરવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે અને એ માટે ભંડોળની જરૂર છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
રોકાણ પર આકર્ષક વળતર મેળવવાની લાલચમાં પાંચ વ્યક્તિએ 37.36 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા. જોકે તેમને રોકાણ પર કોઇ વળતર મળ્યું નહોતું અને આરોપીઓ બાદમાં તેમને ટાળવા લાગ્યા હતા. આથી તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે બે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હોઇ બંનેની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…થાણેમાં શેર ટ્રેડિંગ ફ્રોડમાં ભાઇ-બહેને 2.35 કરોડ રૂપિયા ગુમાવ્યા…



