આમચી મુંબઈઇન્ટરનેશનલ

આવતીકાલે પહેલી વખત INS Mumbai પહોંચશે શ્રીલંકા, 29મીએ રવાના થશે

કોલંબો: ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ (INS Mumbai) ‘મુંબઇ’ આવતીકાલે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચશે. શ્રીલંકન નેવી ઔપચારિક રીતે આઇએનએસ મુંબઇ યુદ્ધ જહાજનું સ્વાગત કરશે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આઇએનએસ મુંબઈને 22 જાન્યુઆરી, 2001ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું, તે ત્રીજુ દિલ્હી ક્લાસ ડિસ્ટ્રોયર્સ છે અને તેનું નિર્માણ મુંબઇ ખાતે મઝગાંવ ડોક લિમિટેડ દ્ધારા કરવામાં આવ્યું હતું.

યુદ્ધ જહાજે તાજેતરમાં એક મિડ-લાઇફ અપગ્રેડ પૂર્ણ કર્યું અને 8 ડિસેમ્બર, 2023ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય નૌકા કમાન્ડમાં ફરી સામેલ કરવામાં આવ્યું હતું. આઇએનએસ મુંબઇની શ્રીલંકાના પોર્ટની પ્રથમ મુલાકાત છે અને 2024માં ભારતીય નૌકાદળના જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી

આઇએનએસ મુંબઇ પોતાની સાથે શ્રીલંકાના એરફોર્સ દ્ધારા સંચાલિત ઓપરેટેડ ડોનિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ માટે જરૂરી સ્પેરપાર્ટ્સ પહોંચાડશે. ભારતીય નૌકાદળ આ એરક્રાફ્ટની જાળવણીમાં ટેક્નિકલ સપોર્ટ અને સ્પેરપાર્ટ્સ દ્વારા મદદ કરી રહી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ડોર્નિયર એરક્રાફ્ટ શ્રીલંકાના સી એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી (AOR) પર બે વર્ષ પહેલાં ઇન્ડક્શન પછી અનન્ય અને મહત્વપૂર્ણ દેખરેખ ક્ષમતા પ્રદાન કરે છે. જહાજના કમાન્ડિંગ ઓફિસર પશ્ચિમ નેવલ એરિયાના કમાન્ડર રીઅર એડમિરલ કુમારસિંઘેને મળશે.

કોલંબોમાં રોકાણ દરમિયાન આઇએનએસ મુંબઈ શ્રીલંકાના નૌકાદળના સૈનિકો સાથે સંયુક્ત ગતિવિધિઓનું આયોજન કરશે જેમાં ખેલ સ્પર્ધા, યોગ સત્ર અને દરિયાકિનારાની સફાઇ વગેરે સામેલ છે. આઇએનએસ મુંબઇ 29 ઓગસ્ટના રોજ શ્રીલંકાથી રવાના થશે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button