ઈન્ડિગોનો પાઇલટ આ કારણસર પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ

મુંબઈ: ખાનગી એરલાઇન ઇન્ડિગોના એક કર્મચારીએ બોમ્બે હાઇ કોર્ટમાં એવી અરજી કરી હતી કે ફલાઇટમાં એમને અમારું કિરપાણ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે.
નોંધનીય છે કે કિરપાનને શીખ લોકોમાં હમેશાં પોતાની પાસે રાખતા પાંચ વસ્તુઓમાં એક છે. પરંતુ ફલાઇટમાં કોઈ પણ શસ્ત્ર લઇ જવાની મનાઈ હોય છે. આથી ઇન્ડિગો ફલાઇટમાં કામ કરતા કર્મચારી તે પોતાની સાથે રાખી શક્યા નથી .
ઈન્ડિગોનું સંચાલન કરતી ઈન્ટરગ્લોબ એવિએશનના પાઇલટ અંગદ સિંહે હાઈ કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમને દાવો કર્યો છે કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ તેને ધાર્મિક સ્વતંત્રતા છે અને તેથી તેને કિરપાન ધારણ કરવાનો અધિકાર છે. આ મામલે સોમવારે જસ્ટિસ નીતિન સાંબ્રે અને જસ્ટિસ અભય મંત્રીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને એરલાઇનને નોટિસ મોકલીને આ બાબતનો જવાબ માંગ્યો હતો. બેન્ચે આ કેસની આગામી સુનાવણી 29 જાન્યુઆરી 2024ના રોજ નિયત કરી છે.
સિંહના વકીલ સાહિલ શ્યામ દેવાનીએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં સુધારો કરવાની જરૂર છે. કારણ કે 12 માર્ચ, 2022ના રોજથી સરકારે શીખ પ્રવાસીઓને ખાસ આકારની કિરપાન સાથે રાખવાની મંજૂરી આપી છે. જ્યારે એરપોર્ટ કે એરલાઈન્સમાં કામ કરતા કર્મચારીઓને કિરપાન સાથે રાખવાની મંજૂરી નથી. અરજીમાં અંગદે દાવો કર્યો છે કે આ નિયમ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.