ઇન્ડિગોની હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…

મુંબઈ : ઇન્ડિગોની એક ફ્લાઇટ જેદ્દાહથી હૈદરાબાદ આવી રહી હતી ત્યારે તેમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેના લીધે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જોકે, તેમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બની ધમકી બાદ એટીસીએ સાંજે 7:32 વાગ્યે ઈમરજન્સી જાહેર કરી હતી. આ સમય દરમિયાન ફાયર બ્રિગેડ સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ફ્લાઇટને મુંબઈ તરફ વાળવામાં આવી હતી
આ અંગે માહિતી આપતા ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બર, 2025 ના રોજ જેદ્દાહથી હૈદરાબાદ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ માટે સુરક્ષા ખતરો આપવામાં આવ્યો હતો. તેથી ફ્લાઇટને મુંબઈ તરફ વાળવામાં આવી હતી. તેમજ પ્રોટોકોલનું પાલન કરીને અમે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી અને ફ્લાઇટને આગળની કામગીરી માટે મંજૂરી આપતા પહેલા જરૂરી સુરક્ષા તપાસ કરવામાં તેમની સાથે સંપૂર્ણ સહયોગ કર્યો.
આ ધમકી અંગે મેઈલ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ ધમકી અંગે મેઈલ મળતાની સાથે જ અધિકારીઓએ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું હતું. આ મામલે RGI એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટરને શનિવાર, 1 નવેમ્બર, 2025 ના રોજ સવારે 5:25 વાગ્યે ધમકીભર્યા મેઇલ વિશે માહિતી મળી હતી. જે બાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.
ધમકીભર્યા મેઈલમાં શું લખેલું હતું?
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક અધિકારીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, 01-11-2025ના રોજ APOC તરફથી એક સંદેશ મળ્યો કે ગ્રાહક સપોર્ટ RGIA ને એક ઇમેઇલ મળ્યો છે. પપૈયા રાજન તરફથી customersupport@gmrgroup.in ઇમેઇલ આઈડી પર 05:25 વાગ્યે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ મેઈલના વિષયમાં ઇન્ડિગો 68નું હૈદરાબાદ ઉતરાણ બંધ કરો તેવું લખેલું હતું. જેના કારણે એરપોર્ટ અધિકારીઓ ગભરાઈ ગયાં હતાં.
આ પણ વાંચો…ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, એરપોર્ટ ઓથોરિટીને આવ્યો મેઈલ…



