આમચી મુંબઈ

IndiGoએ નાગરિકોને હેરાન કર્યા પણ Indian Railway આવી વ્હારે, ટ્રેનોમાં જોડ્યા વધારાના કોચ…

મુંબઈઃ ઈન્ડિગો ક્રાઈસિસને કારણે દેશભરના એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યા છે. કલાકોથી હજારો નાગરિકો વિવિધ એરપોર્ટ પર અટવાયેલા છે ત્યારે ભારતીય રેલવે (Indian Railway) નાગરિકોની મદદે આવી છે.

શુક્રવારે રેલવે દ્વારા 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ જોડવાની જાહેરાત કરીને મદદનો હાથ લંબાવ્યો છે. ચાલો જોઈએ રેલવે કયા રૂટ પર રેલવે દ્વારા આ ટ્રેનો દોડાવવામાં આવશે.

આપણ વાચો: ઈન્ડિગોની ફ્લાઇટો રદ્દ થતા અન્ય એરલાઈન્સ કંપનીઓની ‘વ્હાઇટ કોલર લૂંટ’, ટિકિટના ભાવમાં તોતિંગ વધારો

ભારતીય રેલવે દ્વારા ઈન્ડિગોની ક્રાઈસિસ વચ્ચે નાગરિકોની મદદ માટે મધ્ય, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, અને પૂર્વ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પુણે-બેંગ્લોર, પુણે-દિલ્હી, મુંબઈ-નવી દિલ્હી, મુંબઈ-ગોવા, નાગપુર-મુંબઈ અને ગોરખપુર-મુંબઈ જેવા મુખ્ય રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે તે પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે મધ્ય રેલવે હંમેશા તત્પર હોય છે. આ સમયે પણે પણ પ્રવાસીઓ માટે વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. 14 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે અને હજી વધુ ટ્રેનો દોડાવવામાં આવશે.

ઈસ્ટર્ન રેલવે દ્વારા પણ કેટલીક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને છઠ્ઠી ડિસેમ્બરના રોજ હાવડા-નવી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે અને આ ટ્રેન 8મી ડિસેમ્બરના તેની રિટર્ન જર્ની કરશે.

આપણ વાચો: ઈન્ડિગો સંકટઃ DGCAએ પાઇલટની અછતને લઈ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આપ્યો આદેશ…

સાતમી ડિસેમ્બરના મુંબઈ મડગાંવ ટ્રેન રવાના થશે અને 9મી ડિસેમ્બરના આ ટ્રેન મડગાંવથી મુંબઈ આવશે. રેલવે દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પ્રવાસીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવશે.

આ સિવાય બેંગલોર-અગરતલા હમસફર એક્સપ્રેસ, મેંગ્લોર-તિરૂવનંતપુરમ એક્સપ્રેસ, બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ અને મુંબઈ- મેંગ્લોર સેક્ટર જેવા લોકપ્રિય રૂટ પર ટ્રેનમાં વધારાના એસી કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવેના તમામ ઝોનમાં 37 ટ્રેનને 116 એડિશનલ કોચ જોડવામાં આવ્યા છે. આને કારણે 4.9 લાખ પ્રવાસીઓને સુવિધા મળશે.

રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં એક દિવસમાં 35,000 વધારાના પ્રવાસીઓ આ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે અને જ્યાં સુધી ઈન્ડિગોની આ સમસ્યા ઉકેલાતી નથી ત્યાં સુધી આશરે 26 લાખ પ્રવાસીઓને રેલવે દ્વારા આ સુવિધા આપવામાં આવશે, એવો અંદાજ લગાવ્યો છે.

આપણ વાચો: ઈન્ડિગો સંકટ: ભાઈનો મૃતદેહ પહોંચ્યો પણ પરિવાર મુંબઈ એરપોર્ટ પર ફસાયો, કેવી લાચારી?

વધારાની ટ્રેનોની યાદી-

૦૨૮૭૦ હાવડા- સીએસએમટી મુંબઈ સ્પેશિયલ
૦૨૮૬૯ સીએસએમટી મુંબઈ- હાવડા સ્પેશિયલ
૦૯૦૦૧ મુંબઈ સેન્ટ્રલ- ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ
૦૯૦૦૨ ભિવાની- મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ
૦૨૪૧૭ પ્રયાગરાજ- નવી દિલ્હી વિશેષ
૦૨૪૧૮ નવી દિલ્હી- પ્રયાગરાજ સ્પેશિયલ
૦૨૨૭૫ પ્રયાગરાજ- નવી દિલ્હી વિશેષ
૦૨૨૭૬ નવી દિલ્હી- પ્રયાગરાજ સ્પેશિયલ
૦૧૪૧૩ પુણે- બેંગ્લોર સ્પેશિયલ
૦૧૪૧૪ બેંગ્લોર- પુણે સ્પેશિયલ
૦૧૪૦૯ પુણે- નિઝામુદ્દીન સ્પેશિયલ
૦૧૪૧૦ નિઝામુદ્દીન- પુણે સ્પેશિયલ
૦૧૦૧૯ એલટીટી-મડગાંવ સ્પેશિયલ
૦૧૦૨૦ મડગાંવ-એલટીટી સ્પેશિયલ
૦૧૦૧૯ સીએસએમટી- નિઝામુદ્દીન સ્પેશિયલ
૦૧૦૨૦ નિઝામુદ્દીન- સીએસએમટી સ્પેશિયલ
૦૧૦૧૫ એલટીટી- લખનઉ સ્પેશિયલ
૦૧૦૧૬ લખનઉ-એલટીટી સ્પેશિયલ
૦૧૦૧૨ નાગપુર-સીએસએમટી સ્પેશિયલ
૦૧૦૧૧ સીએસએમટી-નાગપુર સ્પેશિયલ
૦૫૫૮૭ ગોરખપુર-એલટીટી સ્પેશિયલ
૦૫૫૮૮ એલટીટી- ગોરખપુર સ્પેશિયલ
૦૮૨૪૫ બિલાસપુર-એલટીટી સ્પેશિયલ
૦૮૨૪૬ એલટીટી-બિલાસપુર સ્પેશિયલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button