કેન્સરની સારવાર માટે ભારતની પ્રથમ સેલ થેરાપીને મંજૂરી
મુંબઈ: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનલ (સીડીએસયીઓ)એ કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર-ટી સેલ થેરાપીને માન્યતા આપી છે, જેનાથી રિલેપ્સ્ડ/રીફ્રેક્ટરી (આર /આર) બી-સેલ લિમ્ફોમાસ અને લ્યુકેમિયાની સારવાર માટે દેશમાં સ્વદેશી એનઈએક્ષ કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર૧૯ ના વ્યાવસાયિક લોન્ચનો માર્ગ ખુલ્લો થયો છે, આ એક અસરકારક સારવાર છે. ઇમ્યુનોએસીટી – આઈઆઈટી બોમ્બે ઇન્ક્યુબેટેડ કંપનીએ આ સારવાર વિકસાવી છે.
આ એક પ્રકારની કેન્સર ઇમ્યુનોથેરાપીની સારવાર છે જેમાં ટી કોશિકાઓ તરીકે ઓળખાતા રોગપ્રતિકારક કોષોનો ઉપયોગ કરવામાં આવે છે જેને પ્રયોગશાળામાં આનુવંશિક રીતે બદલવામાં આવે છે જેથી તેઓ કેન્સરના કોષોને વધુ અસરકારક રીતે શોધી શકે અને તેનો નાશ કરી શકે.
આ સાથે, તેણે કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર-ટી થેરાપીની ઍક્સેસ ધરાવતા રાષ્ટ્રોના જૂથમાં ભારતની સ્થિતિ મજબૂત કરી છે. વિદેશમાં, કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર-ટી સેલ થેરાપીનો દર દર્દી દીઠ આશરે ₹૩-૪ કરોડનો ખર્ચ થાય છે. જયારે એના ૧/૧૦મો ભાગનો ખર્ચ, એનઈએક્ષ કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર ૧૯ દર્દી દીઠ ₹૩૦-૪૦ લાખ થશે. ભારતમાં દર વર્ષે બી-સેલ લિમ્ફોમાના ૨૫,૦૦૦ દર્દીઓ જોવા મળે છે, મોટા ભાગના મોટા શહેરોની લગભગ ૨૦ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં આ ઉપચાર ઉપલબ્ધ થશે.
આ થેરાપી-બી કોશિકાઓમાં સીડી ૧૯ માર્કર ધરાવતા દર્દીઓ માટે બનાવાયેલ છે, જે બી કોષોમાંથી ઉદ્ભવતા કેન્સરનું નિદાન કરવા માટે વપરાતું પ્રોટીન, જેમ કે બી સેલ લિમ્ફોમાસ, એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા અને ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયા. મલ્ટિસેન્ટર ફેઝ ૧/૨ મુખ્ય ક્લિનિકલ ટ્રાયલમાં આર/આર બી -સેલ લિમ્ફોમાસ અને લ્યુકેમિયા ધરાવતા ૬૦ દર્દી જોવા મળી હતી.
જ્યારે ડૉ. અથર્વ કરુલકર, ડૉ. અલકા દ્વિવેદી, અને આઈઆઈટી-બોમ્બે ખાતે ડૉ. પુરવારની આગેવાની હેઠળની ટીમે તેના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તબીબી તપાસ અને અનુવાદના અભ્યાસનું નેતૃત્વ ડો. હસમુખ જૈન અને ડો. ગૌરવ નરુલા, તેમની ટીમો સાથે ટાટા મેમોરિયલ સેન્ટર ખાતે કરવામાં
આવ્યું હતું.
કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર-ટી સેલ થેરપીમાં કેન્સર સામે લડવા માટે હાલમાં, જ્યારે દર્દીઓ કીમોથેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી પરંપરાગત સારવારને પ્રતિસાદ આપતા નથી અથવા ફરીથી થયેલા કેન્સરને પ્રતિભાવ નથી આપતા આ થેરાપી લેટ-સ્ટેજ લ્યુકેમિયા અને લિમ્ફોમા માટે સેક્ધડ-લાઇન સારવાર તરીકે આપવામાં આવે છે.