આમચી મુંબઈ
અકોલામાં અફઘાની નાગરિકો પાસેથી ભારતીય વૉટર આઈડી કાર્ડ્સ મળ્યાં

અકોલા: અકોલામાં અફઘાનિસ્તાનના બે નાગરિક પાસેથી ભારતીય મતદાતા ઓળખપત્રો મળી આવતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રામદાસ પેઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં અમજદ ખાન (40) અને પરવીન ખાન (38)ના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. બન્ને જણે લાંબા ગાળા માટે વિઝા એક્સ્ટેન્શન સંબંધી અરજી કરી હતી.
દસ્તાવેજોની ચકાસણી દરમિયાન પોલીસને બન્ને પાસે ભારતીય વૉટર આઈડી કાર્ડ્સ હોવાની જાણ થઈ હતી. તેમની વિરુદ્ધ ફોરેનર્સ ઍક્ટ અને કથિત ઠગાઈ બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે વિઝા એક્સ્ટેન્શન કરાયા ન હોવા છતાં બન્ને જણ 2018થી ભારતમાં વસવાટ કરતા હતા. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું સ્ટેશન ઈન્ચાર્જ મનોજ બાહુરેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)