બર્થડેના એક દિવસ પહેલાં જ ભારતના આ ઉદ્યોગપતિને મળી બેસ્ટ ગિફ્ટ…
મુંબઈઃ 28મી ડિસેમ્બરના એટલે કે આવતીકાલે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મદિવસ છે પણ જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેમને સ્પેશિયલ ગિફ્ટ મળી ગયું છે અને આ ગિફ્ટ મળતાની સાથે જ જ તેમણે એક રોકોર્ડ કરી દીધો છે. આવો જોઈએ શું છે આ સ્પેશિયલ ગિફ્ટ અને કોણે આપ્યું છે અને આખરે કયો રેકોર્ડ રતન ટાટાએ પોતાના નામે કર્યો છે એ…
વાત જાણે એમ છે કે રતન ટાટાની બે મનપસંદ કંપનીઓએ શેર બજારમાં રેકોર્ડ કર્યો છે અને થોડી જ મિનિટોના સેશનમાં મોટી કમાણી કરી લીધી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સની. બંને કંપનીના શેર 52 અઠવાડિયાના હાઈ પર પહોંચી ગયા છે. નિષ્ણાતોની માનીએ તે આગામી દિવસોમાં કંપનીના શેરમાં હજી તેજી જોવા મળી શકે છે.
બુધવારે બંને કંપનીના શેર 70 મિનિટમાં જ હાઈ પર પહોંચી ગયા હતા અને આની સાથે જ ઉદ્યોગપતિ રતન ટાટાને આશરે 10,600 કરોડની કમાણી કરી હતી અને આ સાથે રતન ટાટાની બંને કંપનીઓએ શેર બજારમાં એક રેકોર્ડ કાયમ કરી લીધું હતું.
આવતીકાલે રતન ટાટા 86 વર્ષના થવા જઈ રહ્યા છે અને એના એક દિવસ પહેલાં જ એમની કંપનીઓએ માર્કેટમાં બેસ્ટ પર્ફોર્મ કરીને એડવાન્સમાં જ રતન ટાટાને બર્થડે ગિફ્ટ આપ્યટું હોવાનું કહેવાઈ રહ્યું છે. રતન ટાટા આ ઉંમરે પણ જેટલું કામ અને જેટલા એક્ટિવ છે એ કોઈ જુવાનિયાઓને પણ શરમાવે એમ છે.