આમચી મુંબઈ

આત્મનિર્ભરતા તરફ વધતા ભારતીય સશસ્ત્ર દળો નવા વર્ષે ક્ષમતામાં થશે વધારો

મુંબઈ: ૨૦૨૪માં ભારતીય સંરક્ષણ દળોમાં નવી નીતિઓની અસર જોવા મળશે. સ્વદેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે અનેક તક આવશે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની પદ્ધતિમાં પણ ફેરફાર થવાનો છે.

અત્યાર સુધી સંરક્ષણ મંત્રાલય પોઝિટિવ ઇન્ડિયાનાઇઝેશનની પાંચ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એ ઉપકરણો હશે જે વિદેશથી નહીં ખરીદાશે, પણ તે સ્વદેશી હશે. નવા વર્ષથી દેશ ઇન્ડસ્ટ્રીમાં પણ વધારો થશે. એરફોર્સ અને આર્મી માટે ૧૫૬ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ) પ્રચંડ અને એરફોર્સ માટે ૯૭ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) માર્ક-૧એની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ખરીદી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા કરાશે. જેટ સુખોઇ-૩૦ એમકેએલનું પણ એચએએલ દ્વારા અપગ્રેડ કરાવવામાં આવશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમામ કેટગરીમાં ઓછામાં ઓછા પચાસ ટકા સ્વદેશી ક્ધટેન્ટ હોવા જોઇએ.

મહિલાઓને મળશે વધુ તક
નવા વર્ષમાં આર્મ્ડ ફોર્સમાં મહિલાઓને વધુ તક મળવાની છે. અત્યાર ફક્ત લશ્કરમાં કોર ઓફ મિલિટરી પોલીસ એટલે કે સીએમપીમાં જ મહિલાઓને સૈનિક તરીકે ભરતી કરવામાં આવે છે, પરંતુ નવા વર્ષથી લશ્કરના પોતાના કૉમ્બેટ અને કેટલાક કૉમ્બેટ સપોર્ટને છોડીને બાકીની સેવાઓમાં મહિલા અધિકારીઓની ભરતી કરાશે.

બીજા ‘વિક્રાંત’ને મંજૂરી મળવાની શક્યતા
નૌકાદળને બીજા સ્વદેશી એકક્રાફ્ક કેરિયરની મંજૂરી મળી શકે છે. નૌકાદળ દ્વારા ઘણા સમયથી ત્રણ એરક્રાફ્ટ કેરિયરની જરૂરિયાત જણાવી રહી છે. ૨૦૨૨માં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત નૌકાદળમાં સામેલ થવાથી નૌકાદળ પાસે હવે બે એકક્રાફ્ટ કેરિયર છે વિક્રમાદિત્ય અને વિક્રાંત. હવે વધુ એક એકક્રાફ્ટ કેરિયરને આ નવા વર્ષમાં મંજૂરી મળવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button