દેશમાં સોનાની જેમ ચાંદી પર હોલમાર્કિંગ ફરજીયાત બનાવાશે, જાણો વિગતે…

મુંબઈ : દેશના કિંમતી ધાતુઓની શુદ્ધતાને પ્રમાણિત કરવા મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. જેમાં સરકાર હવે સોના બાદ ચાંદી પર પણ હોલમાર્કિંગ ફરજીયાત બનાવી શકે છે.
આ અંગે સરકાર આગામી છ માસના નિર્ણય લઈ શકે છે. આ અંગે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડના મહાનિર્દેશક પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે હજુ આ અંગે ટ્રાયલ કરવામાં આવી રહી છે. તેમજ તેને ઝડપથી અમલમાં મુકવામાં આવશે.

ચાંદીની સ્વૈચ્છિક હોલમાર્કિંગ શરૂ કરવામાં આવી
જેમાં દેશમાં 1 સપ્ટેમ્બરના રોજથી ચાંદીની સ્વૈચ્છિક હોલમાર્કિંગ શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ સફળ થાય તેની બાદ તેને ફરજીયાત બનાવવામાં આવશે.
જેમાં 1 સપ્ટેમ્બરથી છ અંકો વાળી હોલ માર્કિંગ શરુ કરવામાં આવી છે. જોકે, બુલિયનની હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે.
આની પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જૂની ચાંદીને ઓગાળીને બનાવવામાં આવતા બુલિયન બજારની ચાંદી પડકાર બની રહી છે. બુલિયન એટલે કે જે ચાંદી ઈંટ, લગડી અથવા સિક્કાના સ્વરૂપમાં હોય છે. જે રોકાણ અથવા મોટી લેવડ- દેવડના કામમાં આવે છે.
હોલમાર્કથી ગ્રાહકનો વિશ્વાસ વધશે
હાલમાં જ ચાંદીની વસ્તુઓમાં ગુણવત્તાની ગેરંટી અને ટ્રેસિંગની વ્યવસ્થા હોવી જોઈએ તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સોનાના ભાવમાં વધારો થવાને કારણે ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે.
નવી સિસ્ટમ લાગુ થયા પછી, બીઆઈએસનું હોલમાર્કથી ખાતરી થશે કે ચાંદીની શુદ્ધતા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આનાથી ગ્રાહકનો વિશ્વાસ વધશે અને ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો…સ્થાનિક ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ વધતાં 3509નો ઝડપી ઉછાળો, સોનું વધુ 610 ઝળક્યું…