આમચી મુંબઈટોપ ન્યૂઝ

દેશના કોર સેક્ટરના વૃદ્ધિ દરમાં એપ્રિલ માસમાં ઘટાડો, આઠ માસના નીચલા સ્તરે પહોંચ્યો…

મુંબઇ : દેશના અર્થતંત્રને મુદ્દે માઠા સમાચાર આવ્યા છે. જેમાં એપ્રિલ માસમાં ભારતના મુખ્ય ક્ષેત્રનો વિકાસ દર 8 માસના નીચલા સ્તરે પહોંચી ગયો. જે દેશના અર્થતંત્રને મોટા ફટકા સમાન છે. મંગળવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં આઠ મુખ્ય ક્ષેત્રો- કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી માં વૃદ્ધિ દરઘટીને 0.5 ટકા થયો છે. જ્યારે ગયા વર્ષે માર્ચમાં આ આંકડો 4.6 ટકા અને એપ્રિલમાં 6.9 ટકા હતો.

સ્ટીલ ક્ષેત્રનો વૃદ્ધિ દર ફક્ત 3 ટકા રહ્યો
એપ્રિલમાં સિમેન્ટ ક્ષેત્રનો વૃદ્ધિ દર 6.7 ટકા હતો.જે માર્ચમાં 12.2 ટકાના વૃદ્ધિ દર કરતા ઘણો ઓછો છે. આ મહિને સ્ટીલ ક્ષેત્રનો વૃદ્ધિ દર ફક્ત 3 ટકા રહ્યો છે. જ્યારે માર્ચમાં 9.3 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. જ્યારે કુદરતી ગેસ ક્ષેત્રમાં એપ્રિલમાં માત્ર 0.4 ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. જે માર્ચમાં 12.7 ટકાનો હતો. જોકે, એપ્રિલમાં કોલસા ક્ષેત્રનો વૃદ્ધિ દર 3.5 ટકા રહ્યો. જે માર્ચમાં 1.6 ટકાના વૃદ્ધિ દર કરતા વધારે છે.

દેશના અર્થતંત્ર માટે મુખ્ય ક્ષેત્રનો ફાળો 41 ટકા
ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં મુખ્ય ક્ષેત્રનો ફાળો લગભગ 41 ટકા છે. નિષ્ણાતો માને છે કે એપ્રિલમાં સુસ્ત પરિણામો એકંદર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક પર અસર કરશે. જે આ મહિનાના અંત સુધીમાં જાહેર થશે. દેશના મુખ્ય ક્ષેત્રમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, વીજળી, સિમેન્ટ, સ્ટીલ અને ખાતરનો સમાવેશ થાય છે. આ આઠ ક્ષેત્રો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આમાં, વૃદ્ધિ કે ઘટાડાનો સમગ્ર અર્થતંત્ર પર ઊંડો પ્રભાવ પડે છે.

જ્યારે પાવર સેક્ટરમાં માત્ર 1 ટકાનો વિકાસ નોંધાયો
સત્તાવાર આંકડા દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં ક્રૂડ ઓઇલ, રિફાઇનરી પ્રોડક્ટ સેગમેન્ટ, ખાતરમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણેય ક્ષેત્રોમાં અનુક્રમે 2.8 ટકા, 4.5 ટકા અને 4.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે પાવર સેક્ટરમાં માત્ર 1 ટકાનો વિકાસ નોંધાયો છે. જે માર્ચમાં 7.5 ટકાના વિકાસ કરતા ઘણો ઓછો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button