આમચી મુંબઈ

ઈન્ડિયા ગઠબંધનની `હું પણ ગાંધી’ પદયાત્રાને લાગ્યું કલંક

મુંબઈમાં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી નિમિત્તે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા સોમવારે બપોરે `હું પણ ગાંધી’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મુંબઈની ફેશન સ્ટ્રીટ નજીક આ પદયાત્રા પહોંચી ત્યારે પોલીસે તેને અટકાવી હતી. જેને પગલે પોલીસ અને ઈન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો અને તેને કારણે સત્યાગ્રહ માટે જાણીતા મહાત્મા ગાંધીની યાદમાં કાઢવામાં આવેલી પદયાત્રાને કલંક લાગ્યું હતું.

કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી,ક આમ આદમી પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ અને સિનિયર નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ભાજપની નીતિઓના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા `હું પણ ગાંધી’ પદયાત્રા કાઢી હતી. આઘાડીના કાર્યકર્તાઓએ ગાંધીના વિચારોને પગલે ધરપકડ વહોરી લેવાને બદલે પોલીસ દળ સાથે અથડામણ કરી હતી. પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડીને કાર્યકર્તાઓ આગળ વધવા લાગ્યા અને તેમને રોકવા આવેલી પોલીસ સાથે ધક્કામુક્કી કરી હોવાથી આખરે અબુ આઝમી સહિત અને લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઈન્ડિયા આઘાડી દ્વારા મેટ્રો થિયેટરથી લઈને ફેશન સ્ટ્રીટ પાસેની ગાંધીની પ્રતિમા સુધી પદયાત્રા કાઢવાની પરવાનગી માગવામાં આવી હતી, પરંતુ આ વિસ્તાર સાઈલેન્સ ઝોન હોવાથી પોલીસે હાઈકોર્ટના આદેશને ટાંકીને પરવાનગી નકારી કાઢી હતી. આમ છતાં પદયાત્રા કાઢવામાં આવી હતી અને પોલીસ સાથે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમ અને વર્ષા ગાયકવાડ પણ આ પદયાત્રામાં સામેલ થયા હતા. પદયાત્રા પર પોલીસની કાર્યવાહી બાદ વર્ષા ગાયકવાજે કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી નિમિત્તે ઈન્ડિયા આઘાડીએ શાંતીના માર્ગે એક પદયાત્રા કાઢી હતી, પરંતુ ગાંધી જયંતીના દિવસે જ અમારી પદયાત્રા પર કાર્યવાહી કરવામાં આવી છે. અમારી પદયાત્રાને રોકવાનો પ્રયાસ થયો હતો. નથુરામ ગોડસેના પુજારી ગાંધીજીનો અવાજ દાબી શકશે નહીં. અમારો સરકારને એક જ સવાલ છે, શાંતીના માર્ગે આંદોલન કરવાનો બંધારણે આપેલો અધિકાર સરકાર અમારી પાસેથી છીનવી લેવા માગે છે? ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button