ટોલટેક્સને કારણે સરકારની `સમૃદ્ધિ’માં વધારો, આટલા કરોડની કરી કમાણી
મુંબઈ: રાજ્યના સમૃદ્ધિ હાઇ-વેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યા પછી ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 દરમિયાન 54,54,862 જેટલા વાહનોએ અવરજવર કરી હોવાનું સરકારી રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે. આ સમૃદ્ધિ હાઇ-વે પર પસાર થયેલા વાહનચાલકો પાસેથી 422,09,79,399 રૂપિયાનો ટોલની પણ વસૂલાત કરવામાં આવી છે.
આ સમૃદ્ધિ હાઇ-વેને કારણે રાજ્યના નાગપુરથી મુંબઈ, શિર્ડી, નાશિક અને અન્ય શહેરોની મુસાફરી ઝડપી બની છે તેમ જ આ હાઇ-વે પર વાહનોની સંખ્યા વધતાં અનેક અકસ્માતો પણ સર્જાય છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
ચાલુ વર્ષ 2023ના 30 નવેમ્બર સુધી આ માર્ગ પર 73 ગંભીર અકસ્માતો થયા હતા જેમાં 142 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમાં જ આ વર્ષના ચાર ડિસેમ્બર સુધી સમૃદ્ધિ હાઇ-વે પર 1,000 કરતાં વધુ અકસ્માતો નોંધવામાં આવ્યા છે. ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 દરમિયાન 54,54,862 જેટલા વાહનોએ અવરજવર કરી છે જેમાં 422,09,79,399 રૂપિયાના ટોલની પણ વસૂલાત થઈ છે.
મોટા ભાગના અકસ્માતોના મામલે ઓવર સ્પીડિંગ, બીજા લેનમાં વાહનો ચલાવવા, ઓવરટેક કરવું, બે વાહનોની વચ્ચે ઓછું અંતર રાખી ગાડી ચલાવવી, વાહનો ચલાવતી વખતે મોબાઇલ પર બોલવું અથવા નશાની હાલતમાં વાહનો ચલાવવા અને નિયમોનું પાલન ન કરવાને લીધે આ અકસ્માતો સર્જાતા હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.