આમચી મુંબઈ

દસમા – બારમાની પરીક્ષા ફીમાં વધારો: શિક્ષક સંઘોનો વિરોધ

આર્થિક રીતે પછાત વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દસમા અને બારમા ધોરણની પરીક્ષા ફીમાં ૧૫થી ૨૦ ટકા વધારો કરવા માંગે છે. જોકે, ટીચરોના એસોસિયેશનોએ જ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આર્થિક ક્ષમતા ન હોય એવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે એવી શંકા વ્યક્ત કરી હતી. શિક્ષણ મંડળ આ વધારો આગામી પરીક્ષાથી જ અમલમાં મૂકવા ધારે છે. શિક્ષક સંઘો દ્વારા બોર્ડને આ નિર્ણય અંગે ફેરવિચાર કરવા માટે જણાવવામાં આવ્યું છે. દસમા ધોરણ માટે પરીક્ષા ફી ૪૩૦થી વધારી ૪૯૦ અને બારમા ધોરણ માટે શાખાને આધારે ૪૦થી ૫૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પ્રોગ્રેસિવ ટીચર્સ એસોસિયેશનના મુંબઈ ખાતેના પ્રમુખ તાનાજી કાંબળેએ મુખ્ય પ્રધાન, શાળા શિક્ષણ ખાતાના પ્રધાન અને શિક્ષણ આયુકતને લખેલા પત્રમાં આ પગલાં સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે ‘વિવિધ ખર્ચનો બોજો શાળા અને જુનિયર કૉલેજના શિરે આવતો હોય છે. આ ખર્ચમાં ઓનલાઈન ફોર્મ ભરવા, યાદી અને હોલ ટિકિટ ડાઉનલોડ કરી એ પ્રિન્ટ કરવા જેવી જવાબદારીનો સમાવેશ એમાં હોય છે. આ સિવાય બોર્ડે ફરજીયાત બનાવેલા ડોક્યુમેન્ટ્સની જવાબદારી પણ હોય છે.’ આ ઉપરાંત પત્રમાં દસમા-બારમાની પરીક્ષા વખતે વપરાતી સ્ટેશનરીના ખર્ચનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker