આમચી મુંબઈ

ટીસીને ચપ્પલ મારનાર ઈન્કમ ટૅક્સ ઓફિસરને જેલ, એક લાખનો દંડ

મુંબઈ: ફરજ બજાવતા સરકારી કર્મચારીને ચપ્પલ મારવાના આરોપસર સેશન્સ કોર્ટે આરોપીને છ મહિનાની આકરી કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ૨૦૧૬માં કથિત સ્વરૂપે આ ગુનો નોંધાયો ત્યારે આરોપી આસિસ્ટન્ટ ઈન્કમ ટૅક્સ કમિશનરના હોદ્દા પર હતા. એ સમયે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા ટિકિટ ચેકરને ચપ્પલથી ફટકાર્યા હોવાના આરોપમાં સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા ફરમાવી હતી.

વિના ટિકિટ પ્રવાસ કરી રહેલા આરોપી રિશી કુમાર સિંહને ટીસીએ અટકાવ્યા ત્યારે તેમણે ટીસી પર હુમલો કર્યો હતો. ન્યાયમૂર્તિ એસ. ડી. તોષીકરે જણાવ્યું હતું કે ‘સરકારી કર્મચારી પરના હુમલાના બનાવોમાં થતો વધારો ધ્યાનમાં રાખી તેમજ હુમલાનો પ્રકાર જોતા જેલની સજા સાથે દંડ થાય એ પણ જરૂરી હતું.’ ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે પીડિત સુજીત કુમાર ગુપ્તાને કોઈ દેખીતી ઈજા નથી થઈ. એનું અપમાન થયું છે અને માનસિક ત્રાસ તેણે ભોગવ્યો છે. દંડની રકમમાંથી ૫૦,૦૦૦ રૂપિયા ટીસીને વળતર પેટે આપવામાં આવશે. ટીસીએ અદાલતને જણાવ્યા અનુસાર આ બનાવ આઠમી ઓક્ટોબર, ૨૦૧૬ના દિવસે સાંજે સવા સાતે સીએસએમટી ખાતે બન્યો હતો. આરોપીએ આરોપ નકાર્યા હતા અને ટીસીએ લાંચ માગી હોવાનો દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…