આચારસંહિતા લાગુ પડે તે પહેલા મુંબઈમાં ધનાધન વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે આ અઠવાડિયામાં દેશમાં આચારસંહિતા અમલમાં આવે એવી શક્યતા વચ્ચે શિંદે-ભાજપની સરકારે પ્રોજેક્ટના કામ અધૂરા હોવા છતાં તેને નાગરિકો માટે ધનાધન ખુલ્લા મૂકીને તેનું શ્રેય લેવા માટે રઘવાઈ બની ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ ગોખલે પુલ બાદ ઈંટરનેશનલ ઍરપોર્ટ પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ફ્લાયઓવર અને હવે સોમવારે કોસ્ટલ રોડ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે.
આચારસંહિતા લાગુ પડી ગયા બાદ કોઈ પણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી શકાશે નહીં. તેથી તે પહેલા મુંબઈગરા માટે છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા જુદા જુદા પ્રોજેક્ટના કામ હજી પૂરાં થયા નથી, છતાં શ્રેય પોતાના માથા પર લેવાના પ્રયાસમાં શિંદે-ભાજપ સરકાર કોસ્ટલ રોડ, ગોખલે રોડ વગેરે મુંબઈગરા માટે ખુલ્લા મૂકી રહી હોવાના આક્ષેપ આ અગાઉ વિરોધપક્ષ કરી ચૂકી છે.
અગાઉ 26 ફેબ્રુઆરીના અંધેરી પૂર્વ -પશ્ચિમનો જોડનારો મહત્ત્વના ગણાતા ગોખલે પુલની એક તરફની લેન વાહનચાલકો માટે ખુલ્લી મૂકી દીધી છે.
આ પુલની બીજી લેનનું કામ હજી પૂરું થયું નથી, છતાં તેની એક લેન ઉતાવળે ખોલી મૂકી છે.
ગોખલે પુલનું સંપૂર્ણ કામ મે, 2024માં પૂરું થવાનું છે. પૂલ જલદી ખુલ્લો મૂકવાની ઉતાવળ કરવાનું જોકે તેમને જ ભારે પડી ગયું છે. ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા પુલ વચ્ચે લગભગ અઢી મીટરનું અંતર રહી ગયું હોવાથી હવે પાલિકાને આ બંને પુલ જોડવા માટે વીજેટીઆઈની મદદ લેવી પડવાની છે.
સોમવાર 11 માર્ચના મુંબઈ મહાનગરપાલિકાનો બીજો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડની વરલીથી મરીન ડ્રાઈવ એમ દક્ષિણ તરફની લેનનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવવાનું છે. કોસ્ટલ રોડનું કામ હજી પૂરુું થયું ન હોવાથી એક લેન પણ અઠવાડિયાના પાંચ દિવસ માત્ર 12 કલાક માટે જ ખુલ્લી રાખવામાં આવવાની છે. તો દક્ષિણથી ઉત્તર તરફ જતી લેનનું કામ પણ હજી બાકી છે, છતાં આ પુલને ખોલવાની ઉતાવળ સરકારે
કરી છે.
આ દરમિયાન શનિવારે મોડી રાતે મુંબઈ ઈંટરનેશલ એરપોર્ટ પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાસે 790 મીટરનો ફ્લાયઓવર ખુલ્લો મુક્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ઈંટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ બે પરથી બાંદ્રાના દિશામાં હવે સરળતાથી ટ્રાફિક મુક્ત પ્રવાસ કરી શકાશે એવો દાવો કરવામાં આવ્યો છે.
એમએમઆરડીએ વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર 790 મીટર લંબાઈનો અને 8 મીટર પહોળો ફ્સાયઓવર બાંધ્યો છે, તે માટે લગભગ 48.83 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઉ