નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ક્યારથી શ્રીગણેશ થશે, જાણો ઈન્સાઈડ સ્ટોરી?
નવી મુંબઈઃ નવા વર્ષમાં મુંબઈના હવાઈ મુસાફરોને નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. નવી મુંબઈના બહુ-પ્રતિક્ષિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ૮૦ ટકા કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ૩૧મી ડિસેમ્બરે કમર્શિયલ ફ્લાઈટની ટ્રાયલ લેવાય તેવી શક્યતા છે. જો બધું યોજના મુજબ આગળ વધશે તો એપ્રિલ ૨૦૨૫માં પહેલા જ દિવસે ૨૦ ફ્લાઈટ સાથે આ એરપોર્ટના શ્રી ગણેશ કરવાની તૈયારી છે.
જોકે, અંતરરાષ્ર્ટીય ફ્લાઈટ્સ જૂન મહિનામાં શરુ કરવાની યોજના છે. અત્યારે બાંધકામ સ્થળે ૧૨,૦૦૦ કામદાર યુદ્ધના ધોરણે કામકાજ કરી રહ્યા છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાના કારણે આ એરપોર્ટનું મહત્વ અનેકગણું વધુ છે. સિનિયર એન્જિનિયર્સ અનુસાર આ દેશનું પહેલું એકમાત્ર એરપોર્ટ છે જ્યાં અંદાજે ૯ મીટરના ઊંડાણવાળા ભાગને કાપીને તૈયાર કરાઇ રહ્યું છે. અહીં પહેલાં નદી-પહાડો હતાં. પહાડોને કાપવામાં આવ્યા હતાં.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સતત વધી રહેલા પેસેન્જર/લોડિંગના ટ્રાફિકને ઘટાડવા માટે ઘણા સમયથી નવા એરપોર્ટની જરૂરિયાત વર્તાઈ રહી હતી. તે દ્રષ્ટિએ પણ આ એરપોર્ટ ખૂબ જરૂરી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં જળ ટેક્સી દ્વારા મુંબઈથી ૧૭ મિનિટમાં નવા એરપોર્ટ પર પહોંચી શકાશે.
એરપોર્ટની વિશેષતા
આ પણ વાંચો : નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
- સમગ્ર એરપોર્ટ કમળ આકારમાં બની રહ્યું છે.
- એકસાથે ૩૫૦ વિમાનો ઊભા રાખવાની ક્ષમતા
- ૭૬ પ્રાઇવેટ જેટ પણ ઉભા રાખી શકાશે
- એરપોર્ટનો મુખ્ય રન-વે ૩.૭ કિલોમીટરની ધરાવે છે લંબાઈ
- ભવિષ્યમાં વધુ એક રન-વે કરવામાં આવશે તૈયાર
- એરપોર્ટ વર્ષભરમાં ૯.૫ કરોડ પ્રવાસીઓનું આવાગમન સંભાળશે
- દેશની સૌથી મોટી વર્ટિકલ કાર્ગો સિસ્ટમ અહીં જોવા મળશે.
- ૩૫૦ મીટર વિઝિબિલિટીમાં પણ ફ્લાઈટ કાર્યરત રહી શકશે.
- એરપોર્ટની મહત્વની સુવિધાઓ
- એરપોર્ટના પરિસરમાં કુલ ૧૦,૦૦૦ વાહન પાર્કિંગની સુવિધા
- ટર્મિનલમાં ૧૦૦ રૂમની ડે હોટેલ કરવામાં આવી છે તૈયાર
- ઉપરાંત વિવિધ તબક્કે બીજી એક ડઝન હોટેલ્સ કાર્યરત થશે
- ૨૪,000 લીટર ઈંધણનો સંગ્રહ કરવાની ક્ષમતા
ક્યારે શરુ થશે? - એરપોર્ટ ૧૭ એપ્રિલથી કાર્યરત કરવાની યોજના
કેવી રહેશે કનેક્ટિવિટી? - મુંબઈના એરપોર્ટથી ૩૫ કિ.મિ. દૂર નવા એરપોર્ટ પર ૪૫ મિનિટમાં પહોંચી શકાશે.
- થાણેથી એરપોર્ટ ૧ કલાકમાં પહોંચી શકાશે.
- પુણે-નાશિકથી ૧.૫ કલાકમાં એરપોર્ટ પહોંચી શકાશે
- ભવિષ્યમાં મેટ્રો, બુલેટ ટ્રેન વગેરે સાથે જોડવાની યોજના