આમચી મુંબઈ
થાણેમાં પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો ઓળંગવા માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે
થાણે: વાહનોની ભીડને લીધે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે છે, પણ થાણે શહેરના ત્રણ હાથ નાક પર હવે પ્રજ્ઞાચક્ષુ માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય થાણે પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રીન સિગ્નલ વિશે માહિતી આપતા એક અધિકારીએ કહ્યું હતું કે થાણેના ત્રણ હાથ ચોકમાં સાત રસ્તા એક સાથે આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક નિર્માણ થાય છે, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ બને છે.
આ સમસ્યાને ઉકેલવા માટે પાલિકાએ સર્વે કરી આ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં થાણેના ત્રણ હાથ નાકમાં પ્રાયોગિક ધોરણે સિસ્ટમને બેસાડવામાં આવશે, અને આ પ્રયોગ સફળ રહેતા તબક્કા વાર બાકીના ચોકમાં પણ આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.