ચાંદીમાં રૂ. ૧૧૬૪નું બાઉન્સબૅક, સોનામાં રૂ. ૨૩૮ની પીછેહઠ

ૠજ્ઞહમ યિિિંયફિં બુ છત. ૨૩૮ તશહદયિ બજ્ઞીક્ષભયબફભસ બુ છત. ૧૧૬૪
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ છ મહિનાની નીચી સપાટી આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ઘટ્યા મથાળેથી ૦.૨ ટકા જેટલો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧.૨ ટકાના ઉછાળા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન આજે ખાસ કરીને સોનાના ભાવમાં વધુ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૭થી ૨૩૮નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૬૪નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ભાવ ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬૪ની તેજી સાથે રૂ. ૭૧,૫૯૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈિાશ્ર્વક સ્તરે ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હોવા છતાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૭ ઘટીને રૂ. ૫૭,૫૨૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૮ ઘટીને રૂ. ૫૭,૭૬૦ના મથાળે રહ્યા હતા. જોકે, ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી.
આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટાની અસર ફેડરલ રિઝર્વનાં નિર્ણય પર પડતી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીનો અભાવ રહ્યો હોવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી છ મહિનાની નીચી ઔંસદીઠ ૧૮૬૫.૧૧ ડૉલર આસપાસ ટકેલા ધોરણે અને વાયદામાં ભાવ ૦.૨ ટકાના સુધારા સાથે ૧૮૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૧.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં માસિક ધોરણે ચાર ટકાનો ઘટાડો આવી ગયો છે અને ત્રિમાસિક ધોરણે સતત બીજી વખત ઘટાડો આવ્યો છે.એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યુશનલ માર્કેટનાં ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપેલે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદરનાં સંકેતો આપ્યા હોવાથી ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. તે જ પ્રમાણે અન્ય એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે જો ફુગાવાના ડેટા નબળા આવે અને ફેડરલ રિઝર્વ તેનું આક્રમક નાણાનીતિનું વલણ બદલે તો ડૉલર નબળો પડે અને ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થાય તો વૈશ્ર્વિક સોનું પુન: ઔંસદીઠ ૧૯૦૦ ડૉલરની સપાટી અંકે કરી શકશે.